Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:હવે ક્યાં, કેટલો વરસાદ પડશે તેની 3 કલાક પહેલાં સચોટ માહિતી મળશે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 5 નવાં ડોપ્લર રડાર મુકાશે

    11 hours ago

    ગુજરાતમાં હવામાન મોનિટરિંગનું નેટવર્ક વિસ્તરવા જઈ રહ્યું છે. હાલ ગુજરાતમાં માત્ર ભુજમાં એક ડોપ્લર રડાર છે અને આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ અને સુરતમાં 4 એસ બેન્ડ રડાર અને ગાંધીનગરમાં સી બેન્ડ રડાર સહિત કુલ 5 ડોપ્લર રડાર મુકાશે. હવામાન વિભાગના ડિરેક્ટર ડો. અશોક દાસના જણાવ્યા મુજબ, ભુજનું ડોપ્લર વેધર રડાર મહત્ત્વનું મોનિટરિંગ સાધન છે. નવા રડાર કાર્યરત થયા બાદ સ્થાનિક વરસાદ, ગાજવીજ અને વાવાઝોડાની હિલચાલ અંગે નાઉકાસ્ટ અને ડે ટુ ડેના ફોરકાસ્ટની માહિતી વધુ ઝડપી-સચોટ મળશે. આ પાંચ ડોપ્લર રડારનું પ્રપોઝલ મોકલ્યું છે. પાંચેય રડાર માટે સાઇટની પસંદગી ચાલે છે, સુરતમાં સાઇટ સિલેક્શન ફાઇનલ સ્ટેજમાં છે. એસ-બેન્ડ અને એક્સ-બેન્ડ વચ્ચે શું અંતર છે? એક્સ બેન્ડ રડાર આશરે 100 કિમી સુધીનું રેડિયલ કવરેજ ધરાવે છે અને સ્થાનિક સ્તરે તોફાની હવામાન-વરસાદની મોનિટરિંગમાં ઉપયોગી છે. જ્યારે એસ-બેન્ડ રડાર 250 કિમી વર્ગનું રેડિયલ કવરેજ ધરાવે છે. તેની લાંબી વેવ લેન્થને કારણે ભારે વરસાદમાં સિગ્નલ એટ્યુન્યુએશન પ્રમાણમાં ઓછું થાય છે. તેથી મોટી વરસાદી સિસ્ટમ અને વાવાઝોડાની મોનિટરિંગમાં ઉપયોગી છે. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ ભારે વરસાદ-વાવાઝોડામાં સૌથી વધુ ઉપયોગી બનશે આગામી થોડા કલાકમાં વરસાદ ક્યાં પહોંચશે તે જાણવા જમીન આધારિત રડાર વધુ સચોટ માહિતી આપે છે. ગુજરાતનો લાંબો દરિયાકાંઠો, વિશાળ ભૌગોલિક વિસ્તાર હોવાથી અલગ-અલગ વિસ્તારોમાં રડાર કવરેજ વધારવાનું મહત્ત્વ છે. ચોમાસામાં ભારે વરસાદ, ગાજવીજ અને ભારે પવનની સ્થિતિમાં રડારની સતત માહિતી ચેતવણી વ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે. > એ.ટી. દેસાઈ, પૂર્વ વૈજ્ઞાનિક, હવામાન વિભાગ વાદળ ક્યાં છે એટલું નહીં, હવે ક્યાં જશે તે પણ જણાશે ડોપ્લર વેધર રડાર વાતાવરણમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના પલ્સ મોકલી વરસાદનાં ટીપાં, કરા, બરફના કણોથી પરત આવતા સિગ્નલનું વિશ્લેષણ કરીને વરસાદનું સ્થાન-તીવ્રતા અને હિલચાલ જાણી શકાય છે. વરસાદી કણો રડાર તરફ આવે છે કે દૂર જઈ રહ્યા છે તેની રેડિયલ વેલોસિટી પણ જાણી શકાય છે. આગામી 15 મિનિટથી 3 કલાક દરમિયાન વરસાદી વાદળ કયા વિસ્તારમાં પહોંચી શકે તેની સ્થાનિક આગાહી વધુ ઉપયોગી બનશે.
    Click here to Read More
    Previous Article
    ડોક્યુમેન્ટ ખૂટે તો મ્યુનિ. મેસેજ કરશે:હવે પાણી અને ગટર કનેક્શન લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ઈડબ્લ્યુએસ મકાન લાગ્યા પછી ભાડે આપશો કે વેચશો તો પાછાં લઈ લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment