Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી ટાણે અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટનો છબરડો:વારાણસીની ફ્લાઇટ અચાનક રદ થતાં મુસાફરો રઝળ્યા, સ્ટાફ ગાયબ થતાં હોબાળો

    1 day ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઇસજેટ એરલાઇનની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદથી વારાણસી જતી સ્પાઇસજેટની ફ્લાઇટ કોઈપણ પૂર્વસૂચના વગર અચાનક રદ કરી દેવામાં આવતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સાંજે 5.45 વાગ્યાની ફ્લાઇટ હોવાથી મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી ગયા હતા, પરંતુ એરપોર્ટમાં પ્રવેશતાં જ સ્ટાફે જણાવ્યું હતું કે આવી કોઈ ફ્લાઇટ અત્યારે ઉપલબ્ધ નથી. આ અણધાર્યા ખુલાસાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો અને એરપોર્ટ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. સ્ટાફ ગાયબ થતાં 3થી 4 ગણું ભાડું ચૂકવવા મુસાફરો લાચાર મુસાફરોએ તહેવારોની સિઝનમાં મોંઘા ભાવે ટિકિટો બુક કરાવી હોવા છતાં એરલાઇન દ્વારા ફ્લાઇટ કેન્સલ થયા અંગે કોઈ મેસેજ કે ઇ-મેઇલ મોકલવામાં આવ્યો નહોતો. જ્યારે મુસાફરો એરપોર્ટ પહોંચ્યા ત્યારે સ્પાઇસજેટના કાઉન્ટર પર યોગ્ય માહિતી આપવા માટે કોઈ જવાબદાર સ્ટાફ પણ હાજર નહોતો. ફ્લાઇટ કેમ રદ કરવામાં આવી અને ટિકિટનું રિફંડ ક્યારે તથા કેવી રીતે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન મળતાં મુસાફરોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સમયસર પહોંચવા માટે મજબૂર બનેલા અનેક મુસાફરોએ ત્રણથી ચાર ગણા ઊંચા ભાવે અન્ય એરલાઇન્સની ટિકિટો ખરીદવી પડી હતી. "અમારી સાથે ફ્રોડ થયું હોય એવું લાગ્યું": ભોગ બનનાર ડૉક્ટર મુસાફર ડૉ. કૈવલ શાહે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, “મારી અમદાવાદથી વારાણસીની ફ્લાઇટ સાંજે 5.45 વાગ્યાની હતી અને હું સમયસર 4.45 વાગ્યે એરપોર્ટ પહોંચી ગયો હતો. અહીં પહોંચ્યા ત્યારે એરપોર્ટ સ્ટાફે કહ્યું કે, આવી કોઈ ફ્લાઇટ જ નથી. સ્પાઇસજેટ તરફથી કોઈ સૂચના ન મળતાં અમને લાગ્યું કે અમારી સાથે કોઈ ફ્રોડ થયું છે. ઓફિસમાં કોઈ સ્ટાફ જવાબ આપવા તૈયાર નથી કે કોઈ જવાબદારી લેતું નથી. હવે નવી ફ્લાઇટ લેવી હોય તો ત્રણ ગણું ભાડું આપવું પડે તેમ છે અને અગાઉના પૈસા પાછા મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.” અન્ય શહેરોની ફ્લાઇટ્સમાં પણ ધાંધિયા માત્ર વારાણસી જ નહીં, અન્ય રૂટના મુસાફરોએ પણ આવી જ હાલાકી ભોગવવી પડી હતી. અન્ય એક મુસાફરે આક્ષેપ કર્યો હતો કે, “મારી બપોરે 3 વાગ્યાની ફ્લાઇટ ડીલે કરીને 5.50ની કરવામાં આવી હતી અને અમે સાંજે 4 વાગ્યાથી બેઠા હોવા છતાં કોઈ જવાબ આપવા આવતું નથી.” જ્યારે કેરળ જઈ રહેલા એક પ્રવાસીએ જણાવ્યું કે, “સાંજે 4.30 વાગ્યા સુધી સિસ્ટમમાં ફ્લાઇટ કન્ફર્મ બતાવતી હતી પરંતુ, એરપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે ફ્લાઇટ રદ થઈ ગઈ છે. કોઈ મેઇલ કે મેસેજ ન હોવા છતાં એરલાઇનનો સ્ટાફ હાથ ઊંચા કરીને બેસી ગયો છે.”
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં દિવાળીના ટેબ્લો કાર્નિવલનો પ્રારંભ:રેસકોર્સ રીંગરોડ પર મોદીની ચા વાળાથી PM સુધીની સફર - કાર્ટૂન કેરેક્ટર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા
    Next Article
    મંડળે કામદાર બહેનોને બોનસ અને મીઠાઈ આપી:સુરેન્દ્રનગરમાં દિવાળી કાર્યક્રમમાં અમેરિકા નિવાસી મિહીરભાઈ આચાર્યએ સંસ્થાને 4,000 ડોલરનું દાન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment