Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાઝિલની ફીરકીએ મચાવી ધૂમ, પતંગ ચગાવવા પાર્ટનરની જરૂર નહીં:યંગસ્ટર્સમાં જેન-પ્રો ફીરકીનો ટ્રેન્ડ, અમદાવાદમાં 4000 રૂપિયાની કિંમતના પતંગનો પણ ક્રેઝ

    3 days ago

    ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગો, મોજ-મસ્તી અને મ્યૂઝિક અને ડાન્સ પાર્ટી તેમજ ફેમિલી ગેટ ટુગેધર જેવો માહોલ. મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાણયના તહેવારમાં પતંગ અને ફીરકીની અનેક નવી ડિઝાઈન બજારમાં જોવા મળે છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણમાં એકદમ નવો અને અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી પતંગોના આ ઉત્સવમાં છોકરાઓની ઇચ્છતા હોય છે કે તેની ફીરકી પકડનાર પાર્ટનર તેમની સાથે ઉભી રહે, પરંતુ આ વખતે માર્કેટમાં પહેલીવાર બ્રાઝિલિયન પેટર્નની જેન-પ્રો ફીરકીએ ધૂમ મચાવી છે. આ ફીરકી ખાસ કરીને સિંગલ લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. એટલે કે, જો તમે સિંગલ છો તો તમારે ફીરકી પકડવા માટે કોઈની જરૂર નહીં પડે તમે જાતે જ ફીરકી પકડીને પતંગ ચગાવી શકશો. સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ બ્રાઝિલના કોન્સેપ્ટ પરથી પ્રેરિત થઈ ભારતમાં પહેલીવાર 'જેન-પ્રો ફીરકી' લોન્ચ કરવામાં આવી છે. જે ખાસ કરીને યુવા વર્ગ અને Gen-Zમાં જનરેશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફીરકીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે વજનમાં ખૂબ જ હલકી છે અને માત્ર એક હાથે સરળતાથી ચલાવી શકાય છે અને તેમાં પાંચ હજાર વાર દોરી આરામથી આવી જાય છે. ખાસ વાત એ છે કે, હવે ફીરકી પકડવા માટે કોઈ સાથીની જરૂર નહીં પડે. એટલે કે સિંગલ લોકો માટે ઉત્તરાણય વધુ ખાસ બનશે અને ખાસ કરીને પતંગની દોરીનું ગૂંચળું પણ હવે આ ફીરકીમાં નહીં વળી શકે. બે વેરિયન્ટમાં જેન-પ્રો ફીરકી ઉપલબ્ધ: ધવલ વસોયા આ અનોખી ફીરકીના ઓનર ધવલ વસોયા જણાવે છે કે, આ ફીરકીનો વિચાર અમને ઇન્સ્ટાગ્રામ રિલ્સ પરથી આવ્યો હતો. ખાસ કરીને બ્રાઝિલની રિલ્સમાંથી કોન્સેપ્ટ આવ્યો અને માત્ર 20 દિવસમાં અમે બ્રાઝિલિયન પેટર્નની ફીરકીઓનું પ્રોડક્શન શરૂ કરીને સમગ્ર ભારતમાં તેની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. લોકો તરફથી આ ફીરકીઓને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં આ ફીરકીઓ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 3500થી 4000 જેટલી ફીરકીઓનું વેચાણ થઈ ચૂક્યું છે. વુડનમાંથી બનાવવામાં આવેલી આ ફીરકીઓની માર્કેટમાં ખાસ માગ જોવા મળી રહી છે. આ ફીરકી વુડન બેઝ પર બનેલી છે: તરંગ રાવલ અન્ય એક ઓનર તરંગ રાવલે જણાવ્યું હતું કે, આ ફીરકી વુડન બેઝ પર બનેલી છે. ખાસ આમ બેરિંગ મૂકવામાં આવી છે. જેથી ફીરકી સરળતાથી ગોળ ફરી શકે. દોરીમાં ઢીલ મુકવી હશે તો હવે આમાં આપેલ બેરિંગને ફક્ત પકડીને તમે ઢીલ મૂકી શકો છો અને જો ખેંચવી હોય તો આ ફીરકીને લાકડી કે આંગળીથી ગોળ ફેરવીને તેને ખેંચી પણ શકો છો. તો બીજી તરફ પતંગ રસિયાઓ માટે અમદાવાદએ ઉત્તરાયણનું હબ ગણાય છે અને પતંગનું બજાર એટલે કે, રાયપુર બજાર એ પતંગ ખરીદીનું માન્ચેસ્ટર કહેવાય છે. જે હોલસેલ અને રિટેલ પતંગ ખરીદીનું મોટું બજાર છે. રાયપરુમાં અવનવી ડિઝાઈનની પતંગો, સ્ટાઈલિશ પતંગ, અવનવી ડિઝાઈન સાથેની ફીરકી, અલગ અલગ પ્રકારની દોરી, દોરી વિંટવાના સ્ટેન્ડ, માથાની અવનવી કેપ, આંગળીમાં પહેરવાના રબરગ્રીપ, મોઢાપરના વિવિધ લૂક્સના માસ્ક, મોટા અને નાના પીપુડા (ભૂંગળા), નાનાથી લઈને મોટા લોકો માટે ફેન્સી ગોગલ્સ આ બધું એક જ જગ્યાએ મળી રહે છે. એટલે કે, ઉત્તરાયણની દરેક વસ્તુ રાયપુરના બજારમાં ઉપલબ્ધ હોય છે. જ્યાંથી ભારતભરમાં પતંગ અને દોરીનું જથ્થાબંધ વેચાણ થયું હોય છે. માર્કેટમાં બરેલીની પતંગોની ખાસ માગ: ચિરાગ શાહ પતંગ-ફીરકીના વેપારી ચિરાગ શાહે જણાવ્યું હતું કે, અત્યારે માર્કેટ જોરદાર છે અને ધંધો પણ સારો છે. અત્યારે ફીરકીઓ અને પતંગોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો મોટી પતંગો વધુ પસંદ કરી રહ્યા છે. અત્યારે બરેલીની પતંગોની ખાસ માગ છે. જોકે, આ પતંગોના ભાવ ઊંચા છે તેમ છતાં લોકો તેને જ વધુ ખરીદી રહ્યા છે. સામાન્ય પતંગોનો ભાવ 120 (કોડીના ભાવ) છે. ફીરકીઓની કિંમત 120થી શરૂ થઈને 1200 અને 1900 સુધીની છે. અત્યારે બજારમાં સાદી પતંગો કરતા બરેલીની પતંગો અને ફીરકીઓની માગ ઘણી વધારે જોવા મળી રહી છે. ઓપરેશન સિંદૂરની પતંગનો માર્કેટમાં સારો ક્રેઝ: નિરજ શાહ અન્ય એક વેપારી નિરજ શાહે જણાવ્યું હતું કે, અત્યારે હજુ શરૂઆત થઈ છે. એટલે ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને બધાને સેલેરી પણ થઈ ગઈ હશે, એટલે ધીમે ધીમે ખરીદીની શરૂઆત થશે. અત્યારે છૂટક ખરીદી ચાલુ છે. દરેક પ્રકારના પતંગ માર્કેટમાં અવેલેબલ છે અને આ વખતે મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર કર્યું તેના પતંગ પણ અત્યારે માર્કેટમાં સારો ક્રેઝ છે. એ સિવાય જે ચાઇનાના જે પતંગો આવે છે એ પતંગોમાં પણ કાઇટ ફેસ્ટિવલના હિસાબે માર્કેટમાં ક્રેઝ સારો છે. પતંગમાં તેમની પાસે સાડા-સત્તાવીસની ચીલ (એક સામાન્ય કદ) થી લઈને ચાર તવા સુધીના મોટા પતંગો કાગળમાં ઉપલબ્ધ છે. પતંગોની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે અને તેમની પાસે 4000 રૂપિયાનો એક પતંગ હોય તેવા પતંગો પણ ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજકોટની 'વાઇબ્રન્ટ પ્રગતિ':પ્રથમ વખત 30 દેશોમાંથી જવેલર્સ સેલર-બાયર ભાગ લેશે, વિદેશી ડેલીગેટ 18 જગ્યાઓની મુલાકાત લઈ જવેલરીનું કાસ્ટિંગ ડિઝાઈન-હેન્ડ જવેલરી નિહાળશે
    Next Article
    'કૂતરા કરડે ને જીવ જાય એ તો નોર્મલ છે': VIDEO:રખડતાં કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવો કે નહીં?, અમદાવાદીઓએ તો ભારે કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment