Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારુ ભરેલી ક્રેટા પકડી:શામળાજી રાજસ્થાન બોર્ડરથી દારુ મણિનગર આવતા બે બુટલેગરોને પોલીસે દબોચ્યા

    12 hours ago

    મણિનગરમાં પોલીસે બાતમીના આધારે ઝઘડીયા બ્રીજ પાસેથી દારુ ભરેલી ક્રેટા ફોરવ્હીલનો ફિલ્મી ઢબે પીછો કરીને દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી લીધી છે. પોલીસે દારુ ભરેલી ફોરવ્હીલ ઉભી રાખવવા માટેનો પ્રયાસ કરતા ગાડીમાં સવાર બુટલેગરોએ ફોરવ્હીલ હંકારી મૂકી હતી. પોલીસકર્મીએ એકટીવા પર ફોરવ્હીલમાં સવાર બુટલેગરનો પીછો કરીને દારુ અને ફોરવ્હીલ સહીત કુલ.રૂ.17.31 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરીને દારુ આપનાર અને મંગાવનાર સહીત પાંચ આરોપીઓની શોધખોળ શરુ કરી છે. શામળાજી બોર્ડરથી કાગડાપીઠ જતો માલ ઝડપાયો દિવાળીના તહેવારમાં દારુના થતા ધૂમ વેચાણને રોકવા માટે થઈને શહેર પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોના ચેકિંગ હાથ ધરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. તેમ છતાં શામળાજી બોર્ડરથી દારુ ભરેલી ક્રેટા કારમાં બે બુટલેગરો વિદેશી દારુ તથા બીયરનો જથ્થો લઈને આવ્યા હતા કાગડાપીઠમાં દારુનો જથ્થો ઠાલવવાના હતા. તેવી બાતમી ઝોન-6 એલસીબી સ્કવોડને મળી હતી. બાતમીદારના આધારે વોચ ગોઠવી ક્રેટા ગાડી આવતા જ બે પોલીસ કોન્સ્ટેબલે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. બુટલેગરોએ ગાડી નહી રોકતા પોલીસકર્મીએ એકટીવા પર ફોરવ્હીલરમાં સવાર બુટલેગરનો પીછો કર્યો હતો. અને દારુ અને બીયરના જથ્થા સાથે આરોપી સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો વાઘેલા અને ધ્રુવ ઉર્ફે ધુલીયો પરમારની ધરપકડ કરી લીધી હતી. આ સાથે જ પોલીસે રૂ. 3.74 લાખના દારૂના જથ્થા સાથે કુલ રૂ. 17. 31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત દારુનો જથ્થો આપનાર શામળાજી રાજસ્થાન બોર્ડર પાસેનો દારુનો સપ્લાયર અને અમદાવાદમાં ખોખરા અને અમરાઈવાડીમાં દારુનો જથ્થો મંગાવનાર સહીત કુલ પાંચ લોકોને પોલીસ ચોપડે વોન્ટેડ બતાડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યામાં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા:ભવ્ય આતશબાજી કરવામાં આવી; ઉપરાષ્ટ્રપતિ-CM યોગી સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યાં
    Next Article
    એલ.જી. હોસ્પિટલના નવીનીકરણના કામમાં વિલંબને લઈને AMCએ જવાબ માંગ્યો:કોન્ટ્રાક્ટરે વધુ 9 મહિના સમય માંગતા દરખાસ્ત પેન્ડિંગ, ઇલેક્ટ્રિકલ કામમાં વધારાના 8 કરોડની માંગણી કરતા ખુલાસો માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment