Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલ.જી. હોસ્પિટલના નવીનીકરણના કામમાં વિલંબને લઈને AMCએ જવાબ માંગ્યો:કોન્ટ્રાક્ટરે વધુ 9 મહિના સમય માંગતા દરખાસ્ત પેન્ડિંગ, ઇલેક્ટ્રિકલ કામમાં વધારાના 8 કરોડની માંગણી કરતા ખુલાસો માંગ્યો

    12 hours ago

    એલ.જી. હોસ્પિટલના નવીનીકરણની કામગીરીમાં વિલંબ થતાં કોન્ટ્રાક્ટરે વધુ 9 મહિના એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી સમય વધારો માગ્યો છે. મૂળ સમયમર્યાદા ઓગસ્ટ 2025 હતી, જે અગાઉ વધારીને 31 માર્ચ 2026 કરાઈ હતી. હવે બીજી વખત સમયવધારાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ પેન્ડિંગ રાખી છે. તેમજ કોન્ટ્રાક્ટર, ડિઝાઇન કન્સલ્ટન્ટ અને કોર્પોરેશનના અધિકારીઓમાંથી વિલંબ માટે કોણ જવાબદાર છે અને કોના કારણે કેટલા દિવસ મોડું થયું છે તેની વિગતો માગવામાં આવી છે તેમજ વિલંબ કરવામાં આવ્યો હોય તો જવાબદારો સામે થયેલી કાર્યવાહીની માહિતી પણ રજૂ કરવા સૂચના અપાઈ છે. ઇલેક્ટ્રિકલ કામમાં ₹8 કરોડનો વધારો અને પેઇન્ટિંગ માટે વધારાના સમય સામે કમિટીની લાલ આંખ તેમજ રિસ્ટોરેશનના કામમાં સમાવિષ્ટ પેઇન્ટિંગ માટે 60 દિવસનો વધારાનો સમય માગવામાં આવતાં કમિટીએ સવાલ ઉઠાવ્યો છે. જ્યારે ઇલેક્ટ્રિકલ કામ માટે વધારાના 8 કરોડની માગણી અંગે પણ વિગતવાર ખુલાસો માગવામાં આવ્યો છે. બંને દરખાસ્તો હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. નવી બિલ્ડિંગનું કામ પૂર્ણ ન થતાં જૂની જર્જરિત બિલ્ડિંગમાં દર્દીઓની ભીડ વધી છે અને બેડની અછતના કારણે કેટલાક દર્દીઓને જમીન પર સુવડાવવાની સ્થિતિ છે. જેથી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ચેરમેને અધિકારીઓને સૂચના આપી છે. વ્હાઇટ ટોપિંગમાં 404 દિવસની મુદત વધારવા સહિતની વિવિધ રોડ પ્રોજેક્ટ દરખાસ્તો પેન્ડિંગ તેમજ અત્યારે વિવિધ જગ્યાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. આ કામ પણ વિલંબમાં ચાલી રહ્યું છે. તેની સમય મર્યાદા 23 નવેમ્બર 2026ના રોજ પૂરી થઈ રહી છે. જોકે, આ સમયગાળા દરમિયાન કામ પૂર્ણ નહીં થાય. તેથી 404 દિવસની મુદત વધારવાની દરખાસ્ત રોડ અને બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. જોકે, તેને પણ નેકસ્ટ કરાઈ છે. આ સિવાય રોડ રિસરફેસનું કામ ટેન્ડરના મૂલ્ય કરતાં 35.75 ટકા વધુ ભાવથી આવ્યું હોવાથી તેને નેગોશિએશન માટે દરખાસ્તને બાકી રાખવામાં આવી છે. જ્યારે આરસીસી રોડ બનાવવા તથા પેવર બ્લોક નાખવાની દરખાસ્ત પણ નેકસ્ટ કરાઈ છે. ચેરમેન ડૉ. જૈનિક વકીલે વિગતવાર અહેવાલ માગ્યો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. જૈનીક વકીલે જણાવ્યું હતું કે, ખાસ કરીને આજની મિટિંગમાં એલજી હોસ્પિટલને લગતું કામ આવેલું હતું. જેમાં 31-12-2026 સુધીનું એક્સટેન્શન માંગવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટર ક્યાં જવાબદાર છે ? ડિઝાઇન કન્સલ્ટન્ટની ક્યાં જવાબદારી છે ? તેમજ કોર્પોરેશનના કયા અધિકારીઓની આ જવાબદારી છે તેની વિગતો માંગવામાં આવી છે. મુદતમાં વધારા માટે નહીં માંગ કરવામાં આવી હતી તે માંગ કેમ કરવામાં આવી છે અને શું વ્યાજબી કારણ છે તે પણ માંગવામાં આવ્યું છે. ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા જો કોઈ વિલંબ કરવામાં આવ્યો હોય તો તેના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં ? તેમજ કાર્યવાહી કરવામાં આવી છે તો શું કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગતો માંગી છે. મૂળ એસ્ટીમેટમાં પેઇન્ટિંગ કેમ નહોતું? વધુમાં જૈનિક વકીલ જણાવે છે કે, પેઇન્ટિંગ જેવી બાબતમાં 60 દિવસ જેવો વધારો માંગવામાં આવ્યો છે. જ્યારે ઓરીજનલ એસ્ટીમેન્ટ બનાવ્યો ત્યારે આ કામગીરી કેમ લેવામાં ન આવી અને પ્રિન્ટિંગ ની કામગીરીમાં વિલંબ થયો હોય તો તેના કારણે અન્ય કામગીરીના ખર્ચમાં વધારો આપવામાં ના આવે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કે પછી ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા જે મોડું કામ થયું છે અથવા વિલંબ થયો છે તેનો યોગ્ય જવાબ અધિકારી પાસે માંગવામાં આવ્યો છે. યોગ્ય જવાબ રજૂ કર્યા બાદ તેને લઈને નિર્ણય કરવામાં આવશે. તેમજ દર્દીઓને હાલાકી ન પડે તે માટે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટેની પણ સૂચના આપવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ કામમાં ₹8 કરોડનો ખર્ચ વધારો કઈ રીતે થયો તેનો હિસાબ આપવો પડશે કેટલો ખર્ચ વધારો માંગવામાં આવ્યો છે જેને લઈને જૈનિક વકીલે જણાવ્યું હતું કે, તેમજ જે ઈલેક્ટ્રિકલ વર્કનું કામ છે તેમાં પણ 8 કરોડ જેટલો વધારો માંગવામાં આવ્યો છે. 8 કરોડ રૂપિયા કઈ રીતે વધી ગયા તમે પણ ડિટેલ માહિતી માંગવામાં આવી છે. જેથી બધી વિગતો આવ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમય મર્યાદા એક્સટેન્શન કરીને 31-03-2026 સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ આજની મિટિંગમાં 31-12-2026 સુધીની માંગવામાં આવી છે. 9 મહિના જેટલો સમય વધારે થયો છે તેના માટે શું કારણ રહ્યું તેનો જવાબ માંગવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મણિનગરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારુ ભરેલી ક્રેટા પકડી:શામળાજી રાજસ્થાન બોર્ડરથી દારુ મણિનગર આવતા બે બુટલેગરોને પોલીસે દબોચ્યા
    Next Article
    રાજકોટમાં ઘરેથી વેફર લેવા નીકળેલી બાળકીની છેડતી:10 વર્ષની બાળાને 'તારી ઉંમર કેટલી છે' પૂછી બાઈકસવાર 40 વર્ષના ઢગાએ કર્યા અડપલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment