Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્પો.ની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર:ઇન્ક્રિમેન્ટની પરીક્ષામાં બે કર્મીને 10 ગુણ સુધીનું ગ્રેસિંગ અપાયું

    2 दिन पहले

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે-2025માં લેવાયેલી ખાતાકીય પરીક્ષાનું પરિણામ એક વર્ષ કરતાં વધુ સમય બાદ જાહેર કરાયું છે. આ પરિણામ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરાયું છે, જેમાં કુલ 10 કર્મચારીઓના આંકડા દર્શાવાયા છે. રસપ્રદ વાત એ છે કે, ઇન્ક્રિમેન્ટ માટેની પરીક્ષામાં 2 કર્મચારીને 10 ગુણ સુધીનું ગ્રેસિંગ અપાયું છે. અધિકારીઓના મતે, દરેક કર્મચારીઓએ આ પરીક્ષા પાસે કરવી ફરજિયાત છે. ત્યારબાદ જ તેઓનું ઇન્ક્રિમેન્ટ અને પ્રમોશન થાય છે. આ પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારે કુલ 300 ગુણમાંથી ઓછામાં ઓછા 40 ટકા એટલે કે 120 ગુણ મેળવવાના હતા, બીજી તરફ સત્તાવાર પરિણામના પત્રક-બ મુજબ બે જુનિયર ક્લાર્કને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરાયા છે. જેમાં હેલ્થ મધ્ય ઝોનના કર્મચારીને 10 ગુણનું ગ્રેસિંગ આપી, દક્ષિણ ઝોનના ઈજનેર વિભાગના કર્મચારીને 6 ગુણનું ગ્રેસિંગ આપીને 120 ગુણ સાથે પાસ જાહેર કરાયા છે. જ્યારે કે 3 કર્મચારી નાપાસ થયા છે, જ્યારે એક કર્મચારીએ પરીક્ષા આપી જ ન હતી.
    Click here to Read More
    Previous Article
    હવે સ્કૂલોમાં મસ્તી નહીં, માત્ર અભ્યાસ:મસ્તી-મજાકના કાર્યક્રમો પર પ્રતિબંધ
    Next Article
    એસટી નિગમમાં 8906 જગ્યા પર ભરતી:ધો.12 પાસ અરજી કરી શકશે, 5 વર્ષ સુધી 26 હજાર ફિક્સ પગાર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment