Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસટી નિગમમાં 8906 જગ્યા પર ભરતી:ધો.12 પાસ અરજી કરી શકશે, 5 વર્ષ સુધી 26 હજાર ફિક્સ પગાર મળશે

    2 days ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કંડક્ટરની 4318 અને ડ્રાઇવરની 4588 મળીને કુલ 8906 જગ્યા માટે ભરતીની જાહેરાત કરીછે. ધોરણ-12 પાસ અને RTOનું માન્ય લાયસન્સ ધરાવતા ઉમેદવારો 5 જુલાઈ સુધી ઓજસ (OJAS) વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનારાઓને પ્રથમ 5 વર્ષ માટે માસિક 26,000 ફિક્સ પગાર મળશે. કંડક્ટર માટે વયમર્યાદા 18થી 35 વર્ષ છે અને લાયસન્સ-બેઝ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે. ડ્રાઇવર માટે વયમર્યાદા 25 થી 35 વર્ષ, ભારે વાહન ચલાવવાનો 4 વર્ષનો અનુભવ અને પુરૂષો માટે ઓછામાં ઓછી 162 સે.મી. ઉંચાઈ અનિવાર્ય છે. પરીક્ષા પદ્ધતિ અને ગુણભાર કંડક્ટર માટે 100 ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા લેવાશે જેના આધારે આખરી મેરિટ બનશે. ડ્રાઇવર માટે 100 ગુણની લેખિત પરીક્ષા 40% વેઇટેજ અને 50 ગુણનો ઓટોમેટિક ડ્રાઇવીંગ ટેસ્ટ 60% વેઇટેજ લેવાશે, જેમાં પાસ થવા ઓછામાં ઓછા 35 ગુણ લાવવા પડશે. ભરતી માટે પરીક્ષાનો વિગતવાર સિલેબસ કંડક્ટરની પરીક્ષામાં કરંટ અફેર્સ, કમ્પ્યુટર, રોડ સેફ્ટી, ગુજરાતી, અંગ્રેજી, નિગમ-ભાડા સંબંધિત પ્રશ્નો, મોટર વ્હીકલ એક્ટ , ફર્સ્ટ એઇડનો સમાવેશ કરાયો છે. ડ્રાઇવરની પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, રોડ સેફ્ટી-ઓટો મિકેનિક્સ, ગુજરાતી, અંકગણિત,અંગ્રેજી વિશે પૂછાશે.
    Click here to Read More
    Previous Article
    કોર્પો.ની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર:ઇન્ક્રિમેન્ટની પરીક્ષામાં બે કર્મીને 10 ગુણ સુધીનું ગ્રેસિંગ અપાયું
    Next Article
    મહાપૂજન કાર્યક્રમ યોજાશે:આજે જિનાલય શુદ્ધિકરણ મહા અનુષ્ઠાન, 9મીએ મહાભિષેક, આંગી દર્શન, મહાપૂજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment