Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે સ્કૂલોમાં મસ્તી નહીં, માત્ર અભ્યાસ:મસ્તી-મજાકના કાર્યક્રમો પર પ્રતિબંધ

    2 days ago

    અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ પ્રાઇમરી અને પ્રાથમિક સ્કૂલો માટે એક પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ વિદ્યાર્થીઓની બાળસહજ મસ્તી દરમિયાન સર્જાતી અણધારી ઘટનાઓને અટકાવવાનો છે. પરિપત્ર મુજબ, શિક્ષણ વિભાગના ધ્યાને એક ગંભીર કિસ્સો આવ્યો હતો જેમાં એક પ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓએ મસ્તી-મજાકમાં પોતાના જ એક સહપાઠીને ફ્લોરની પાળી (રેલિંગ) પર પાછળથી પકડી રાખીને આગળના ભાગે નમાવી દીધો હતો. આવી જીવલેણ અને અપ્રિય ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના આદેશ બાદ આ કડક સૂચનાઓ બહાર પડાઈ છે. હવેથી તમામ શાળાએ વિદ્યાર્થીઓને શારીરિક કે માનસિક નુકસાન પહોંચાડે તેવી રમૂજ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી રિસેસ સમય દરમિયાન પણ બાળકો પર દેખરેખ રાખવી પડશે. શાળાએ આ મુજબની જવાબદાર કામગીરી કરવી પડશે 1. રમુજી પ્રવૃત્તિ, નાટક કે મસ્તીના નામે વિદ્યાર્થીઓને શારીરિક અથવા માનસિક નુકસાન પહોંચાડે તેવી કોઈપણ રમત પર પ્રતિબંધ રહેશે. 2. શાળા સમય કે રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓને દેખરેખ વિના એકલા મૂકી શકાશે નહીં. 3. બારી, લોબી કે પાળી પાસે જોખમી મસ્તી ની મનાઈ રહેશે. 4. અસન્માનજનક વર્તન અને શિસ્તભંગ સહન નહીં થાય. 5. અઘટિત ઘટના બને તો તેની તાત્કાલિક જાણ ડીઇઓ અને બીટ શિક્ષણ નિરીક્ષકને કરવી ફરજિયાત. સ્કૂલોમાં પ્રેમભર્યું વાતાવરણ ઊભું કરવા સુચના અપાઇ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે માટે ખાસ સૂચનાઓ અપાઈ છે. બેદરકારી રાખનાર શાળા સામે કાર્યવાહી થશે. મોબાઇલના વધતા ઉપયોગથી આક્રમકતા વધતા મોનિટરિંગ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે. > રોહિત ચૌધરી, ડીઇઓ- અમદાવાદ શહેર
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનની 14 વર્ષ બાદ કાયાપલટ થશે, 9500 ચોરસ મીટર વિસ્તારમાં ન્યુક્લિયર સાયન્સ ગેલેરી બનશે
    Next Article
    કોર્પો.ની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર:ઇન્ક્રિમેન્ટની પરીક્ષામાં બે કર્મીને 10 ગુણ સુધીનું ગ્રેસિંગ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment