Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનની 14 વર્ષ બાદ કાયાપલટ થશે, 9500 ચોરસ મીટર વિસ્તારમાં ન્યુક્લિયર સાયન્સ ગેલેરી બનશે

    2 days ago

    અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલા પ્લેનેટ અર્થ પેવેલિયનની 14 વર્ષ બાદ પ્રથમ વખત કાયાપલટ કરાશે. વર્ષ 2012માં શરૂ થયેલા આ પ્લેનેટ અર્થ પેવેલિયનને 90 કરોડના અંદાજિત બજેટ સાથે સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આશરે 9500 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા આ પેવેલિયનમાં નવી સુવિધાઓ ઉમેરવા માટે સત્તાવાર ટેન્ડર બહાર પડાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હેઠળ સરકારના પરમાણુ ઊર્જા વિભાગ (DAE)ના સહયોગથી પેવેલિયનના પ્રથમ માળે એક નવી ‘ન્યુક્લિયર સાયન્સ ગેલેરી’ શરૂ કરવામાં આવશે. આ સિવાય પેવેલિયનમાં મુલાકાતીઓ માટે પૃથ્વી પર જીવોના વિકાસની સમયરેખા બતાવતું તદ્દન નવું ‘ઇન્ટરેક્ટિવ ઇવોલ્યુશન સિમ્યુલેટર’ અને પ્રકૃતિને થતું નુકસાન માપવા માટે નવું ‘કાર્બન ફૂટપ્રિન્ટ કેલ્ક્યુલેટર’ પણ ખાસ ઉમેરાશે.આ આખા નવીનીકરણનો મુખ્ય હેતુ પ્રદર્શનોને ડિજિટલ અને હાથથી ઓપરેટ કરી શકાય તેવા મિકેનિકલ મોડેલ્સમાં બદલવાનો છે, જેથી મુલાકાતીઓ વિજ્ઞાનના સિદ્ધાંતોને લાઈવ સમજી શકે. પાંચ માળના પેવેલિયનમાં આ બધું જોઈ શકાશે - બેઝમેન્ટ : 4D થિયેટર, અર્થક્વેક (ભૂકંપ) ઝોન અને કોલ માઇનનું આધુનિકીકરણ. - ગ્રાઉન્ડ ફ્લોર : એક્વેરિયમ, સુનામી, વાવાઝોડું અને જ્વાળામુખી વિભાગનું અપગ્રેડેશન. - પ્રથમ માળ: ઇવોલ્યુશન ઓફ લાઇફ, હ્યુમન એનાટોમી, બાયોડાયવર્સિટી ઓફ ગુજરાત અને એક નવી ન્યુક્લિયર સાયન્સ ગેલેરી અદ્યતન કરાશે. - બીજો માળ: ખડકો-ખનિજો કૃષિ વિભાગને નવું સ્વરૂપ અપાશે. - ત્રીજો માળ: ઇન્ફ્લેટેબલ પ્લેનેટોરિયમ (તારા મંડળ), લેઝર શો અને મુલાકાતીઓ માટે સિટિંગ એરિયાનું આધુનિકીકરણ થશે. પરમાણુ ઊર્જામાંથી વીજળી કેવી રીતે બને તે બતાવાશે પ્લેનેટ અર્થ પેવેલિયનમાં પ્રથમ વખત ન્યુક્લિયર સાયન્સ ગેલેરી તૈયાર કરાશે. પરમાણુ ઊર્જામાંથી વીજળી કેવી રીતે બને છે તેમ જ તબીબી સારવાર, ઉદ્યોગ અને સંશોધનમાં ન્યુક્લિયર ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની માહિતી ઇન્ટરેક્ટિવ મોડલ્સ દ્વારા આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બુલેટ ટ્રેન યોજનાનું 80% કામ પૂર્ણ:કાલુપુર રેલવે સ્ટેશને સારંગપુર તરફ નવો એન્ટ્રી ગેટ બનાવાશે : રેલવે મંત્રી
    Next Article
    હવે સ્કૂલોમાં મસ્તી નહીં, માત્ર અભ્યાસ:મસ્તી-મજાકના કાર્યક્રમો પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment