Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટની કારનો અકસ્માત:રેસકોર્સ રિંગ રોડ પર રંગોળી સ્પર્ધાને લઈ એક તરફનો રસ્તો બંધ થતા બે કાર વચ્ચે ટક્કર

    17 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી નિમિત્તે યોજાયેલી રંગોળી સ્પર્ધાને પગલે રેસકોર્સ રિંગ રોડ પર એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતાં અકસ્માત સર્જાયો હતો. શનિવારે સવારે બહુમાળી ભવન ચોકથી એરપોર્ટ રોડ તરફ વન-વે કરાયેલા માર્ગ પર રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની કાર અને સામેથી આવતી ઇલેક્ટ્રિક કાર વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં બંને કારના બોનેટના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે ઘટના સમયે કારમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ હાજર ન હતા અને સામે પક્ષે કારનો વીમો હોવાથી પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. રંગોળી સ્પર્ધાના કારણે 7 અને 8 નવેમ્બર એક તરફનો રસ્તો બંધ કરાયો રાજકોટ મનપા દ્વારા રેસકોર્સ રિંગ રોડની ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હોવાથી 7 અને 8 નવેમ્બર એમ બે દિવસ માટે બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ ક્વાર્ટર થઈને એરપોર્ટ રોડ સુધીનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે એક જ લેન પર સામસામે વાહનોની અવરજવર થતાં બે દિવસ ભારે ટ્રાફિકજામ અને અકસ્માતની સ્થિતિ નિર્માણ પામી છે. સુપ્રિટેન્ડેન્ટને તેડવા જતા ડ્રાઇવરની કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કમલ ડોડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, સવારે મારા ડ્રાઇવર મને ઘરે તેડવા આવતા હતા, ત્યારે અકસ્માત થયો હતો. જે બાદ ડ્રાઇવરે જણાવ્યું કે, દિવાળીને લાઈને રંગોળી સ્પર્ધાના લીધે એક તરફનો રસ્તો બંધ હતો અને તેને કારણે આ અકસ્માત થયો હતો, જેથી હું આપને તેડવા નહીં આવી શકું. જ્યારે સામે પક્ષે ઈલેક્ટ્રીક કારમાં નુકસાન પહોંચ્યું તેમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, કારનો વીમો હોવાથી અમારે કંઈ કેસ કરવો નથી.
    Click here to Read More
    Previous Article
    સૂતળી-બોમ્બ પર ગ્લાસ મૂક્યો, સ્ટીલનો ટુકડો પેટમાં ઘૂસી ગયો:હાલત ગંભીર, 4 બાળકો ઘાયલ, અજમેરમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
    Next Article
    પૃથ્રુલ દેસાઈ બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ:ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે, RSS સાથે સંકળાયેલા વધુ એકની યુનિવર્સિટીના વડા તરીકે વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment