Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSS પશ્ચિમ ક્ષેત્રના વિશેષ વર્ગનો પ્રારંભ:સ્વયં સેવકોના અનુશાસન અને રાષ્ટ્ર ભાવના વ્યકત કરતો સંઘનો શિક્ષા વર્ગ

    9 hours ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પશ્ચિમ ક્ષેત્રના ‘સંઘ શિક્ષા વર્ગ વિશેષનો 40 થી 65 વર્ષ સુધીના સ્વયંસેવકો માટે પ્રારંભ 10 મે ના રોજ વિદ્યામંગલ નિવાસી શાળા, નવી પારડી, સુરત ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને સંઘ કાર્યના વિસ્તાર, સંઘ દૃઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારની શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. આ સાથે જ દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા અને ‘પંચ પરિવર્તન’ જેવા મૂળભૂત વિષયો પર પણ માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત સેવા, સંપર્ક, પ્રચાર, પર્યાવરણ, ગ્રામવિકાસ, ધર્મજાગરણ, ગૌસેવા, કુટુંબ પ્રબોધન અને સમરસતાની વ્યવહારુ તાલીમ આપવામાં આવશે. સમારોહમાં શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, વિદ્યા મંગલ નિવાસી શાળાના પ્રમુખ હેમંત પટેલ, વર્ગના સર્વાધિકારી હિંમતસિંહજી વસન, વર્ગ કાર્યવાહ ગણપતસિંહ પરમાર, ક્ષેત્ર સહકાર્યવાહ યશવંત ચૌધરી તથા ક્ષેત્ર સહ પ્રચારક ચિંતન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ જણાવ્યું હતું કે, આપણા સૌમાં ભારતીય હોવાનું ગૌરવ અને ભાવ જાગૃત રહેવો જોઈએ. સમરસ સમાજ નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો. ભગવો ધ્વજ રાષ્ટ્રના સ્વાભિમાનનું પ્રતીક છે અને હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત રાખવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આ વર્ગમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કોંકણ પ્રાંતના જિલ્લાઓમાંથી 341 શિક્ષાર્થીઓ સહભાગી થયા છે. વર્ગમાં 39 શિક્ષકો અને 52 પ્રબંધકો વ્યવસ્થા માટે ઉપસ્થિત છે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડીનો મામલો સામે આવ્યો:વરાછામાં 31 દિવસની મુદ્દતે ઉધારમાં રૂ. 23 લાખના હીરા લઇ વેપારી ફરાર
    Next Article
    વેલ્થ એક્સ્પો યોજાયો:‘શેરબજારમાં એનર્જી, મેટલ, ડિફેન્સ, ફાર્મા સેક્ટર્સ આ વર્ષે આઉટ પર્ફોર્મ કરે તેવી ધારણા’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment