Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલુકા કક્ષાએ રિઝર્વ સ્ટાફનો સદંતર અભાવ:પોરબંદર જિલ્લામાં 31 તલાટીની ઘટ હોવાથી 23 ગામના નાગરિકોના વહીવટી કામકાજમાં વિલંબ

    23 hours ago

    પોરબંદર જિલ્લાની ગ્રામપંચાયતોમાં તલાટીમંત્રીની મહત્વની ભૂમિકા હોય છે પરંતુ પોરબંદર જિલ્લામાં હાલ તલાટીમંત્રીની ઘટ જોવા મળી રહી છે.જિલ્લામાં કુલ 138 તલાટીમંત્રીઓ જગ્યા સામે માત્ર 107 તલાટીમંત્રીઓ હોવાથી 31 તલાટીમંત્રીની ઘટ જોવા મળી રહી છે.આ ઘટને લઈને 23 ગામોમાં તેમજ તાલુકા કક્ષાએ રિઝર્વ તલાટીમંત્રીઓની જગ્યા વર્ષોથી ખાલી પડેલ છે જેને લઈને અન્ય તલાટીમંત્રીઓને ચાર્જ સોંપવામાં આવતા કામનું ભારણ વધ્યું છે તો સ્થાનિકોના કામો પણ ટલ્લે ચડી રહ્યા છે જિલ્લાના પંચાયત વહીવટમાં તલાટી કમ મંત્રીઓની ભારે અછતને કારણે ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓ અને રોજિંદા વહીવટી કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. સમગ્ર જિલ્લામાં તલાટી મંત્રીઓની કુલ 138 મંજૂર મહેકમ સામે માત્ર 107 કર્મચારીઓ જ કાર્યરત હોવાથી 31 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ ઘટને પગલે 23 જેટલા ગામોમાં કાયમી તલાટી ન હોવાથી દાખલા, પ્રમાણપત્રો અને સરકારી યોજનાઓની અરજીઓ માટે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાલી પડેલી જગ્યાઓના કારણે હાલ ફરજ બજાવતા તલાટી મંત્રીઓને એક કરતાં વધુ ગામોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરિણામે તલાટીઓ કોઈ એક ગામની પંચાયત કચેરીમાં પૂરતો સમય ફાળવી શકતા નથી અને અરજદારોને પોતાના નાના-મોટા કામ માટે વારંવાર પંચાયતના ધક્કા ખાવા પડે છે. વધુમાં, તાલુકા કક્ષાએ આપાતકાલીન કે રજા દરમિયાન કામગીરી સંભાળવા માટે રાખવામાં આવતી ‘રિઝર્વ તલાટી મંત્રી’ ની જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી હોવાથી સમગ્ર મહેસૂલી અને પંચાયતી વ્યવસ્થા પર ભારણ વધી ગયું છે. વધારાના ચાર્જથી ગ્રામજનો પરેશાન એક જ તલાટી પાસે બબ્બે-ત્રણ ગામોનો હવાલો હોવાથી તેઓ નિયત વારે જ ગામમાં હાજર રહી શકે છે. જેના લીધે આવક, જાતિના દાખલા, ખેડૂત લક્ષી યોજનાઓની નોંધણી કે પેઢીનામા જેવા અતિ મહત્વના વહીવટી કામો દિવસો સુધી અટવાઈ પડે છે. તાલુકા કક્ષાએ રિઝર્વ સ્ટાફનો સદંતર અભાવ નિયમ મુજબ કોઈપણ અનિવાર્ય સંજોગો કે રજાઓના સમયે વ્યવસ્થા જાળવવા માટે તાલુકા મથકે રિઝર્વ તલાટી રાખવાની જોગવાઈ હોય છે, પરંતુ સ્ટાફની અછતના લીધે આ જગ્યાઓ વર્ષોથી ખાલી રહેતાં વહીવટી તંત્રનું સંચાલન ખોરવાયું છે.હાલ જિલ્લાની પોરબંદર તાલુકા પંચાયતમાં 4,રાણાવાવમાં 2 અને કુતિયાણામાં 2 મળી રિઝર્વેમાં 8 તલાટીમંત્રીની જગ્યા ખાલી છે. ગત 2023માં ભરતી થઈ હતી રાજ્ય ઉપરાંત પોરબંદર જિલ્લામાં વર્ષ 2023મા તલાટીમંત્રીની ભરતી પ્રક્રિયા હેઠળ નિમણૂક કરવામાં આવી હતી.જે બાદ જિલ્લા ફેર બદલી સહિતના કાર્યકમો યોજાતા ફરી તલાટીમંત્રીની ઘટ ઉભી થઇ છે.ખાસ કરીને તાલૂકા પંચાયતની કચેરીમાં વહીવટી કામગીરી માટે પણ તલાટીમંત્રીની ભારે ઘટ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સ કેસ:મેફેડ્રોન લેવા લઈ જનાર, વેચનારની ધરપકડ
    Next Article
    લારીધારકોને કચરાનો યોગ્ય નિકાલ કરવા મનપાની તાકીદ:જડેશ્વર મંદિર અને નવયુગ સ્કૂલ માર્ગે ફૂડ ઝોનનું સરપ્રાઈઝ ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment