Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વેપારીઓ સાથે 34.59 લાખની છેતરપિંડી:સારોલીના વેપારીને 16 લાખનો ચૂનો ચોપડ્યો, ચેક પણ બાઉન્સ

    7 hours ago

    સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડના વેપાર સાથે જોડાયેલા છેતરપિંડીના બે કેસ સામે આવ્યા છે. બંને કિસ્સાઓમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાનું કાપડ ખરીદ્યા બાદ નાણાં ન ચૂકવવાનો આરોપ છે. એક કેસમાં ગ્રે કાપડના વેપાર સાથે જોડાયેલો છે. ફરિયાદી મિતેશ હરીભાઈ પટેલનો આરોપ છે કે ખટોદરા સ્થિત ‘બાલાજી ફેશન’ના પ્રોપરાઈટર અમિત કિશોરભાઈ મિસ્ત્રીએ વર્ષ 2024માં પોતાની જાતને ભરોસાપાત્ર વેપારી ગણાવી તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો. આરોપીએ 18 એપ્રિલ 2024 થી 14 જૂન 2024 દરમિયાન અલગ-અલગ બિલ દ્વારા 32.19 લાખ રૂપિયાનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. જેમાંથી 11.76 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, જ્યારે 20.43 લાખ રૂપિયા બાકી રાખ્યા હતા. ફરિયાદ અનુસાર, આરોપીએ 4 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો, જે બેંકમાં ‘ફંડ ઇન્સફિશિયન્ટ’ના કારણે બાઉન્સ થયો હતો. આ મામલે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ પણ ચાલી રહ્યો છે. ફરિયાદીનો આરોપ છે કે આરોપીએ અત્યાર સુધી 16.43 લાખ રૂપિયાની ચૂકવણી કરી નથી અને છેતરપિંડી કરી છે. દલાલ સુરેન્દ્ર સુરાનાએ મીઠી-મીઠી વાતો કરી હતી ‘મહાવીર યાર્ન પ્રા. લિ.’ ફર્મ સાથે જોડાયેલો છે. ફરિયાદી વિજયકુમાર બોથરાએ જણાવ્યું કે મુંબઈની ‘માતેશ્રી ટેક્સટાઈલ’ ના વેપારી ફતેહસિંહ અને દલાલ સુરેન્દ્ર સુરાનાએ મીઠી વાતો કરી વેપાર શરૂ કરાવ્યો હતો. શરૂઆતમાં સમયસર ચુકવણી કરી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ ઓગસ્ટ 2021થી મે 2025 ની વચ્ચે 1.48 કરોડ રૂપિયાથી વધુનું પોલિએસ્ટર ફિનિશ કાપડ ખરીદ્યું હતું. આરોપીઓએ કુલ 1.34 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી, પરંતુ 14.36 લાખ રૂપિયા આપ્યા ન હતા.
    Click here to Read More
    Previous Article
    CBSE Class 12 Result 2026 Live Updates: ‘Class 12th results soon,’ claims DigiLocker
    Next Article
    છેતરપિંડીનો મામલો સામે આવ્યો:વરાછામાં 31 દિવસની મુદ્દતે ઉધારમાં રૂ. 23 લાખના હીરા લઇ વેપારી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment