Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ઉધનામાં ફટાકડાના તણખાથી બે સ્થળે ભીષણ આગ:બંધ મકાનમાં ઘરવખરી બળીને ખાખ, વેસ્ટેજના ગોડાઉનનો પતરાનો શેડ પીગળીને નમી પડ્યો

    9 hours ago

    દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં ફટાકડાના તણખાને કારણે આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. મોડી રાત્રે ફટાકડા ફોડતી વખતે ઉડેલા તણખાથી એક બંધ મકાન અને કારબીઝ વેસ્ટેજના વિશાળ ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. ફાયર બ્રિગેડના કાફલાએ તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું છે. બારીમાંથી તણખો પડતાં બંધ મકાનમાં આગ લાગી ઉધના રોડ સ્થિત સુવિધા હોસ્પિટલ નજીક આવેલી કાશીનગર સોસાયટીના પહેલા માળે આગનો પ્રથમ બનાવ બન્યો હતો. આ મકાનમાં રહેતા મૂળ યુપી-વૃંદાવનના વતની નિકુંજભાઈ દિવાળી વેકેશન નિમિત્તે પરિવાર સાથે ઘર બંધ કરીને વતન ગયા હતા. દરમિયાન મોડી રાત્રે ઘરની બહાર લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે રોકેટ કે ફટાકડાનો સળગતો તણખો મકાનની ખુલ્લી બારીમાંથી રૂમમાં પ્રવેશી પડદા પર પડ્યો હતો. રૂમમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર રૂમને લપેટમાં લીધો હતો. બારીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી બાજુના રૂમોમાં આગ ફેલાતી અટકાવી હતી. જોકે, આ દુર્ઘટનામાં પલંગ, કબાટ, પંખો, પ્રિન્ટર, કપડાં અને વાયરિંગ સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. વેસ્ટેજના ગોડાઉનમાં આગની ભીષણ જ્વાળાઓ ઊઠી બીજી દુર્ઘટના ઉધના રોડ પર બીઆરસી દક્ષેશ્વર મંદિર પાસે આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી. અહીં આવેલા કારબીઝ વેસ્ટેજના ગોડાઉન પાસે રાત્રિના સુમારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ઉડેલા તણખાથી સૂકા વેસ્ટેજના જથ્થામાં અચાનક આગ ભડકી ઊઠી હતી. જ્વલનશીલ કચરો હોવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતમાં સમગ્ર ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું. તાપ એટલો પ્રચંડ હતો કે પતરાનો શેડ નમી પડ્યો આગની પ્રચંડ જ્વાળાઓ અને ભારે ગરમીના કારણે ગોડાઉન પર બાંધેલો લોખંડના પતરાનો વિશાળ શેડ ઢીલો પડીને નીચે તરફ નમી ગયો હતો. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં આસપાસના વિસ્તારમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં આગ વિકરાળ બનતાં આસપાસના અન્ય કારખાનાઓમાં પણ આગ પ્રસરવાનો ખતરો ઊભો થયો હતો. 7 ગાડીઓએ 4 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક 7 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે રવાના કરાયા હતા. ફાયર જવાનોએ સતત 4 કલાક સુધી ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સમયસર પગલાં લેવાતા મોટી હોનારત ટળી હતી, પરંતુ ગોડાઉનમાં રહેલો માલસામાન બળી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    દીપડાએ ધોળા દિવસે બાળકને ફાડી ખાધો:કપાસમાં કામ કરતા પરિવારના બાળકને ખેંચી ગયો, અમરેલીનો બનાવ
    Next Article
    'સરકાર ડાબા હાથે આપે, જમણા હાથે પરત લઈ લે':પાલ આંબલિયાએ કહ્યું-મિનિ ટ્રેક્ટર-ટ્રોલીના વીમાના નામે 14 હજાર વસૂલવા ખેડૂતોને મેસેજ, 'સહાયની માત્ર જાહેરાત કરી હજુ આપ્યા નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment