Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાએ ધોળા દિવસે બાળકને ફાડી ખાધો:કપાસમાં કામ કરતા પરિવારના બાળકને ખેંચી ગયો, અમરેલીનો બનાવ

    8 hours ago

    અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. કપાસના ખેતરમાં કામ કરતા ખેતમજૂર પરિવારના બાળક સાહિલ કલાસવાનો દીપડાએ શિકાર કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા. બીજી તરફ, વનવિભાગે દીપડાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સર્ચ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરી છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    કોહલી-રોહિત જરા પણ ચાલ્યા નહીં:બન્ને બેટર્સ સસ્તામાં આઉટ થયા, ગિલ ઝીરોમાં પેવેલિયન ભેગો થયો; 135ના રનચેઝમાં ભારતની 4 વિકેટ પડી
    Next Article
    સુરતના ઉધનામાં ફટાકડાના તણખાથી બે સ્થળે ભીષણ આગ:બંધ મકાનમાં ઘરવખરી બળીને ખાખ, વેસ્ટેજના ગોડાઉનનો પતરાનો શેડ પીગળીને નમી પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment