Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર:ગીર સોમનાથના કર્મચારીઓ પણ જોડાયા, વિવિધ 14 પડતર પ્રશ્નોના ઉકેલની માંગ

    1 day ago

    રાજ્યના મહેસૂલી તંત્રમાં લાંબા સમયથી પડતર રહેલા સેવાકીય પ્રશ્નોને લઈને હવે કર્મચારીઓનો રોષ સપાટી પર આવ્યો છે. વિવિધ 14 જેટલા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા મહેસૂલી કર્મચારી મહામંડળે સરકાર સામે આરપારની લડતનું એલાન કર્યું છે. જેના ભાગરૂપે આજ તા.7 ઓક્ટોબરથી રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ રેવન્યુ તલાટીઓના જોબ ચાર્ટમાં જે કામગીરીનો સમાવેશ થતો નથી અને અગાઉ જે કામગીરીમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે, તેવી કામગીરી ઉપરાંત અન્ય વિભાગોની કામગીરી પણ સોંપવામાં આવી રહી છે. જેના કારણે મહેસૂલી કર્મચારીઓ પર વધારાનો કામગીરીનો બોજ પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવી વધારાની કામગીરી તાત્કાલિક બંધ કરી જોબ ચાર્ટ મુજબ જ કામગીરી સોંપવાની માંગ ઉઠી છે. બીજી તરફ નાયબ મામલતદારોના તાજેતરના પ્રમોશન અને ત્યારબાદની બદલીઓનો મુદ્દો પણ વિવાદનું કેન્દ્ર બન્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ મૂળ જિલ્લામાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં કેટલાક નાયબ મામલતદારોને 200થી 300 કિલોમીટર દૂરના જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. કર્મચારીઓએ આ પ્રકારની દૂરની બદલીના નિર્ણયમાં યોગ્ય સુધારો કરવાની માંગ કરી છે. સાથે જ વર્ષ 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોના પ્રમોશન અને સિનિયોરિટીનો પ્રશ્ન પણ લાંબા સમયથી પડતર છે. આ મુદ્દે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતાં કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકારનું ધ્યાન દોરવા માટે મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા તા.1 ઓક્ટોબરના રોજ સરકારને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા.5 ઓક્ટોબરના રોજ રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓએ માસ સી.એલ. ઉપર રહી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ માસ સી.એલ. બાદ પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાતા હવે કર્મચારીઓએ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતા હવે જિલ્લાના મહેસૂલી તંત્રની કામગીરી પર સીધી અસર થવાની શક્યતા છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, પડતર પ્રશ્નોનો યોગ્ય અને હકારાત્મક ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PG ડૉક્ટરે એક્સ ગર્લફ્રેન્ડ ડૉક્ટર પર 3 ગોળીઓ ચલાવી:મૂળ ગુજરાતની યુવતીના કાનને અડકીને પસાર થઈ એક ગોળી; આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
    Next Article
    બેટરી ચોર ગેંગનો પર્દાફાશ, 65 હજારના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા:છત્રાલ પંથકમાં ટ્રાન્સપોર્ટરોની આઇસર, ટાટા અને મહિન્દ્રાની ગાડીઓને નિશાન બનાવતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment