Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ'નું આયોજન:વિદ્યાર્થીઓએ ભારતનો પ્રાચીન ઇતિહાસ જીવંત રીતે જાણ્યો

    2 days ago

    ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મુંબઈના મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય (CSMVS) દ્વારા 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. INTACH ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય સમૃદ્ધિથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં INTACH ભરૂચ ચેપ્ટરના ડૉ. વંદના સેથીએ વિદ્યાર્થીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડીને ભારતની ગૌરવશાળી પરંપરા અને તેના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલયના પ્રતિનિધિઓ ગૌરવ જાધવ અને ઋતુજા કાલેએ 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ'ની સંકલ્પના સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, આ દેશભરના વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયમાં રહેલા અમૂલ્ય વારસાને પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ છે. આ મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રતિકૃતિઓ, માહિતીચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શન નિહાળી પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિનો સંચાર થયો. નવજીવન વિદ્યાલયના સંચાલન, શિક્ષકો તથા INTACH ભરૂચ ચેપ્ટરના સભ્યોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજકોએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી:3 મહિનામાં જ 3.44 લાખ કરદાતાઓએ રૂ.245 કરોડ ચૂકવ્યા, રાજકોટમાં વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ
    Next Article
    રાજકોટથી મેટોડા વચ્ચેનો ન્યારા બ્રિજ તોડી પડાયો:ધોરાજીના સાત્વડી નદી પરના બ્રિજનો ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો 14 કિમી ફરીને જવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment