Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સગીરાની છેડતી, છરી બતાવી ધમકી:આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ, બે વર્ષથી હેરાન કરતો હતો

    2 days ago

    પાટણ શહેરમાં એક સગીરાની છેડતી અને ધમકી આપવાના કેસમાં વારિસ મનુભાઈ ભીલ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી છેલ્લા બે વર્ષથી સગીરાનો પીછો કરી હેરાન કરતો હતો. આ મામલે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત 23 જૂન, 2026 ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના સુમારે, પાટણના સુદામા ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે 17 વર્ષીય સગીરા ઊભી હતી. તે સમયે વારિસ ભીલ ત્યાં આવ્યો હતો અને સગીરાનો હાથ પકડી તેને લાફા માર્યા હતા. આ ઘટના બાદ સગીરાએ ઘરે જઈને તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. સગીરાએ જણાવ્યું કે વારિસ ભીલ છેલ્લા બે વર્ષથી તેનો પીછો કરી હેરાન કરતો હતો. અગાઉ તેણે સગીરાને છરી બતાવીને ધમકી આપી હતી કે જો તે ફોન પર વાત નહીં કરે તો તેને અને તેના નાના ભાઈને જાનથી મારી નાખશે. આ ડરથી સગીરા તેની સાથે ફોન પર વાત કરતી હતી. મુલાકાતો દરમિયાન આરોપી સગીરાના શરીર પર અયોગ્ય રીતે હાથ ફેરવી શારીરિક અડપલાં પણ કરતો હતો. આ બાબતની જાણ થતાં સગીરાના માતા-પિતાએ શરૂઆતમાં વારિસ ભીલના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જોકે, તેમના પરિવારે જણાવ્યું કે યુવક તેમના કહ્યામાં નથી. ત્યારબાદ ભીલ સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આરોપીએ સગીરાને હેરાન કરવાનું બંધ ન કરતા, આખરે પરિવારે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. સગીરાની માતાની ફરિયાદના આધારે, પોલીસે વારિસ મનુભાઈ ભીલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ 75(2), 115(2), 78(2), 351(3), જી.પી.એક્ટની કલમ 135 તેમજ પોક્સો એક્ટની કલમ 11(4) અને 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટથી મેટોડા વચ્ચેનો ન્યારા બ્રિજ તોડી પડાયો:ધોરાજીના સાત્વડી નદી પરના બ્રિજનો ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો 14 કિમી ફરીને જવા મજબૂર
    Next Article
    ઉમરગામ પાલિકા સભામાં ભાજપ કોર્પોરેટરે અધ્યક્ષને આદેશ કર્યો:સભા સમાપ્ત કરવાનું કહેતાં પ્રમુખ ઊભા થયા, વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment