Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામ પાલિકા સભામાં ભાજપ કોર્પોરેટરે અધ્યક્ષને આદેશ કર્યો:સભા સમાપ્ત કરવાનું કહેતાં પ્રમુખ ઊભા થયા, વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા

    2 days ago

    ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં શિસ્તભંગનો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટર સમીર કંસારાએ સભા સમાપ્ત કરવાનો આદેશ આપતા પ્રમુખ ખુશ્બુબેન જાદવ અધ્યક્ષ સ્થાનેથી ઊભા થઈ ગયા હતા. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આ સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ખુશ્બુબેન જાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. એજન્ડા મુજબ સભાની શરૂઆત થઈ હતી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. પ્રમુખે કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે કાવેરીબેન દૂબળા, બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે નટુભાઈ રાઠોડ, વીજળી સમિતિના અધ્યક્ષ તરીકે વૈભવીબેન માયાવંશી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે સુશીલભાઈ ભરતિયા, મહેકમ સમિતિના અધ્યક્ષ તરીકે રેશ્માબેન માછી, પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ તરીકે રિતેશભાઈ બારી, વેરા વસૂલાત સમિતિના અધ્યક્ષ તરીકે જયદીપભાઈ આકરેકર અને ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ તરીકે જયશ્રીબેન માછીના નામ જાહેર કર્યા હતા. સમિતિઓની રચના બાદ અરજીઓનું વાંચન અને વિવિધ વિષયો પર ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના કોર્પોરેટરો કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે ભાજપના કોર્પોરેટર સમીર કંસારાએ ઊભા થઈને સભા સમાપ્ત કરવા માટે અધ્યક્ષને જણાવ્યું હતું. તેમના આદેશ બાદ પ્રમુખ ઊભા થઈ ગયા હતા. જોકે, બાદમાં વિવિધ વિષયો પર ચર્ચા ચાલુ રહી હતી. વિરોધ પક્ષના નેતા મનોજભાઈએ સિક્યુરિટી એજન્સી અને સફાઈ એજન્સીને કરવામાં આવેલ ચૂકવણા અંગે સવાલો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં પ્રમુખે જણાવ્યું હતું કે બંને એજન્સીઓની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, અપક્ષ કોર્પોરેટર સુનિલ પાર્વે દ્વારા આકારણી બાબતે સામાન્ય વર્ગના લોકોનું કામ સરળતાથી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ સભા પૂર્ણ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સગીરાની છેડતી, છરી બતાવી ધમકી:આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ, બે વર્ષથી હેરાન કરતો હતો
    Next Article
    પાટણ નગરપાલિકાની દબાણ હટાવવાની નોટિસનો વિરોધ:વરસાદની સિઝનમાં સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા કે વધુ સમયની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment