Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરઝડપે આવતી સ્વિફ્ટે એક્ટિવાને જોરદાર ટક્કર મારી:માથામાં ગંભીરઈજા પહોંચતા વૃદ્ધનું મોત, બહુચરાજીના રત્નવાટિકા સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત

    12 hours ago

    મહેસાણાના બહુચરાજી તાલુકાના કાલરી ઉડોવાસ ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક વૃદ્ધ અકસ્માતનો ભોગ બન્યા છે. બહુચરાજી-કાલરી રોડ પર આવેલી રત્નવાટિકા સોસાયટીની આગળ પુરઝડપે આવતી મારુતિ સ્વિફ્ટ કારના ચાલકે એક્ટિવા લઈને જતા વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. એક્ટિવા લઈને બહુચરાજી ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા કાલરી ઉડોવાસ ગામે રહેતા ઘનશ્યામસિંહ જીવણજી પરાગજી સોલંકીના પિતા ગત તારીખ 06 નવેમ્બર 2026ના રોજ પોતાના ગામના સોલંકી સહદેવસિંહ અજીતસિંહનું એક્ટિવા લઈને કાલરીથી બહુચરાજી ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ બહુચરાજી રત્નવાટિકા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી મારુતિ સ્વિફ્ટ કારના ચાલકે પોતાના વાહનને ગફલતભરી રીતે ચલાવી એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થયા કારની ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાચાલક વૃદ્ધ રોડ ઉપર ફંગોળાઈને પટકાયા હતા, જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તને બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો અને સગાંસંબંધીઓ બહુચરાજી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે વડીલના શબને મૃત હાલતમાં જોઈને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ મામલે મૃતકના પુત્ર ઘનશ્યામસિંહ સોલંકીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર થઈને અકસ્માત સર્જનાર મારુતિ સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હોસ્પિટલની વર્ધી અને ફ્રિયાદીના નિવેદનના આધારે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મેડિકલ કોલેજના ડીનની કારે અકસ્માત સર્જ્યો:રેસકોર્સ રીંગરોડ પર દિવાળીને લઈને રંગોળી સ્પર્ધાને કારણે એક તરફનો રસ્તો બંધ થતા એકસીડન્ટ થયું
    Next Article
    ધનતેરસે જરૂરિયાતમંદ પરિવારોને કીટ અપાઈ:સદભાવના ફાઉન્ડેશન અમદાવાદે અસારવા વિસ્તારમાં સીધા સામાનની કીટ વહેંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment