Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મેડિકલ કોલેજના ડીનની કારે અકસ્માત સર્જ્યો:રેસકોર્સ રીંગરોડ પર દિવાળીને લઈને રંગોળી સ્પર્ધાને કારણે એક તરફનો રસ્તો બંધ થતા એકસીડન્ટ થયું

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના રેસકોસ રીંગરોડની ફરતે અલગ અલગ પ્રકારની રંગોળીઓ કરવામાં આવનાર છે જેને લઇને 7 અને 8 નવેમ્બર એમ બે દિવસ એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોકે આજે 7 નવેમ્બરના સવારે સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ડીનના ડ્રાઇવર દ્વારા સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેને લઈને બંને કારના બોનેટમાં ભારે નુકસાન પહોંચ્યું છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દિવાળીને અનુલક્ષીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી બહુમાળી ભવન ચોકથી પોલીસ હેડ ક્વાટર થઈને એરપોર્ટ રોડ સુધી જતો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને જમણી તરફથી જ આવક જાવકના બંને વાહનોને પસાર થવું પડે છે. જેના લીધે આજથી બે દિવસ ટ્રાફિકજામ અને અકસ્માતની સમસ્યા રહેશે. આ દરમિયાન આજે સવારે સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ડીનની કાર અને સામેથી આવતી ઈલેક્ટ્રીક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈલેક્ટ્રીક કાર ચાલક પોલીસ હેડ ક્વાટરથી બહુમાળી ભવન ચોક તરફ આવી રહ્યો હતો ત્યારે એક તરફનો રસ્તો બંધ હોવાથી રોંગ સાઈડમાં આવતી મેડિકલ કોલેજના ડીનની કાર સાથે અકસ્માત થયો હતો. જોકે આ સમયે કારમાં ડીન ન હતા. અકસ્માત બાદ થોડી વારમાં જ તે કારચાલક નીકળી ગયો હતો. કારણકે ડીનની કારમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ બાબતે રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ડીન ડો.કમલ ડોડીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સવારે મારા ડ્રાઇવર મને ઘરે તેડવા માટે આવતા હતા ત્યારે અકસ્માત થયો હતો જે બાદ ડ્રાઇવર એ જણાવ્યું હતું કે દિવાળીને લાઈને રંગોળી સ્પર્ધાના લીધે એક તરફનો રસ્તો બંધ હતો અને તેને કારણે આ અકસ્માત થયો હતો. જેથી હું આપને તેડવા નહીં આવી શકું. જ્યારે સામે પક્ષે ઈલેક્ટ્રીક કારમાં નુકસાન પહોંચ્યું તેમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, કારનો વીમો હોવાથી અમારે કંઈ કેસ કરવો નથી.
    Click here to Read More
    Previous Article
    કાળી ચૌદશ ને શનિવારના દુર્લભ સંયોગથી સાળંગપુરમાં આસ્થાનું ઘોડાપૂર:ભવ્ય અન્નકૂટ-છડી પૂજન-મારુતિ યજ્ઞ યોજાયા; હીરાજડિત આભૂષણોથી દાદાનો શણગાર
    Next Article
    પૂરઝડપે આવતી સ્વિફ્ટે એક્ટિવાને જોરદાર ટક્કર મારી:માથામાં ગંભીરઈજા પહોંચતા વૃદ્ધનું મોત, બહુચરાજીના રત્નવાટિકા સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment