Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વંભરી ધામ ટ્રસ્ટે રાબડામાં અનાજ કીટ વહેંચી:દીપાવલી પર નિરાધાર પરિવારો અને વિધવા બહેનોને મફત કીટ આપી

    1 day ago

    ધનતેરસના દિવસે, 6 નવેમ્બર 2026ના રોજ, માં વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટે વલસાડના રાબડા ગામમાં નિરાધાર પરિવારો અને વિધવા બહેનોને અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ મફતમાં આપી. ટ્રસ્ટે આર્થિક રીતે નબળા પરિવારોને દીપાવલીની ઉજવણીમાં સામેલ કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજ્યો હતો. તીર્થધામના સ્થાપક મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ છેલ્લા એક દાયકાથી દર વર્ષે દીપાવલી પર આ સેવા કરે છે. આ વર્ષે પણ કીટ મેળવનારા પરિવારોમાં ખુશી જોવા મળી હતી. મહાપાત્રની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરીટભાઈ ડેડાણીયા, પંકજભાઈ પટેલ અને રમેશભાઈ ડોબરિયા હાજર રહ્યા હતા. રાબડા ગામના અગ્રણીઓ ઠાકોરભાઈ પટેલ, શૈલેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, ભદ્રેશભાઈ પટેલ અને દેવચંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ અનાજ કીટ વિતરણ ઉપરાંત ગામના વિકાસ અને શિક્ષણ માટે પણ કામ કરે છે. ગામની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રી મફતમાં આપવામાં આવે છે. કાર્યક્રમમાં મહાપાત્રએ આરતી અને શક્તિ આરાધનાના આધ્યાત્મિક મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે માં વિશ્વંભરીને સાચા હૃદયથી યાદ કરીને આરતી કરવાથી મોટા યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. તેમના મતે, પુણ્ય વધે તેમ જીવનમાંથી દરિદ્રતા અને ગરીબી દૂર થવાનો માર્ગ મોકળો બને છે. માં વિશ્વંભરી ધામનો સંદેશ છે: ‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વાળો અને ઘરને જ મંદિર બનાવો.’ ટ્રસ્ટ સનાતન વૈદિક મૂલ્યો, ભક્તિ અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ ફેલાવે છે. તે ભારત અને વિશ્વભરમાં માનવસેવા, શિક્ષણ, સમાજસુધારણા અને માનવ ઉત્થાન માટે પણ કામ કરે છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ખાલી થવા લાગ્યું, હોલ્ડિંગ એરિયા હાઉસફુલ:દિવાળી-છઠપૂજા પર વતન જવા ઉધના સ્ટેશને મહેરામણ ઊમટ્યું; મુસાફરો 5થી 10 કલાક રાહ જોવા મજબૂર
    Next Article
    ખેલ મહાકુંભના વિજેતા બનેલા અનેક ખેલાડીઓ પુરસ્કારથી હજુ વંચિત:બેંક ખાતાની અધૂરી વિગતોને કારણે રકમ જમા થઇ શકી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment