Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરપંચ, વડીલો અને વેપારીઓનો માસ્ટરસ્ટ્રોક:બાપોદરમાં રૂ. 5-10ના પડીકાના નાસ્તા પર સર્વાનુમતે પ્રતિબંધ

    1 day ago

    આજના આધુનિક યુગમાં જ્યાં લોકો કમાણી પાછળ અંધદોડ લગાવી રહ્યા છે, ત્યારે રાણાવાવ તાલુકાના 2000ની વસ્તી ધરાવતા બાપોદર ગામે પણ એક મિશાલ કાયમ કરી છે. ગામના ભૂલકાંઓ અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગામમાં રૂ. 5 અને રૂ. 10માં મળતા પ્લાસ્ટિક પેકિંગવાળા જંક ફૂડ, તળેલા મસાલેદાર નમકીન અને વેફર્સના વેચાણ પર સર્વાનુમતે સંપૂર્ણ બંધી લાદી દેવામાં આવી છે. રૂ.5 અને રૂ.10ના પેકેટમાં જુદા જુદા આકારમાં તળેલા અને ઉપર ચટપટો મસાલો છાંટેલા પડીકાના નાસ્તા ખાવાથી બાળકોના પેટ અને સ્વાસ્થ્ય પર ગંભીર માઠી અસરો પડે છે ત્યારે આ બાબતે ગામના સરપંચ દિવાળીબેન, આગેવાન ભનુભાઈ ભાયાભાઈ બાપોદરા, ઉપસરપંચ, વડીલો અને વેપારીઓએ સાથે બેસીને ચર્ચા કરી હતી અને નિર્ણય લીધો હતો કે ગામનું આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે. આ બાબતે ગ્રામજનો સાથે મળીને પેકેટો પરના પ્રતિબંધ અંગે જાગૃતિ ફેલાવી નથી. જેથી ગામમાં આવેલી તમામ 10 દુકાનોના માલિકોએ પોતે રોજના રૂ.10,000 જેટલા વેપારનું નુકસાન વેઠીને પણ આ પડીકાં ન વેચવાનો નિર્ણય લીધો છે. એટલુજ નહીં ગામમાં બહારથી આવતા ફેરિયાઓ પણ આવા અસ્વાસ્થ્યપ્રદ અને પ્લાસ્ટિકવાળા નાસ્તાનું વેચાણ નહીં કરી શકે તેવો નિર્ણય લીધો છે. પ્લાસ્ટિક મુક્ત ગામ તરફ કદમ પડીકા પર પ્રતિબંધથી બાળકો રોગચાળાથી બચશે જ, સાથે ગામમાં પ્લાસ્ટિકના કચરાની સમસ્યાનો પણ કાયમી અંત આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઓછા વરસાદની માઠી અસર : પોરબંદર યાર્ડમાં મગફળીની આવકમાં 145 ક્વિન્ટલનો ઘટાડો
    Next Article
    મનપાના વિચિત્ર ધારાધોરણ:પ્રોપર્ટી કાર્ડ ન હોય તો ઘર પણ નહીં બને! તંત્રની નીતિથી બિલ્ડરો પલાયન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment