Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના વિચિત્ર ધારાધોરણ:પ્રોપર્ટી કાર્ડ ન હોય તો ઘર પણ નહીં બને! તંત્રની નીતિથી બિલ્ડરો પલાયન

    1 day ago

    પોરબંદર મનપાનો દરજ્જો મળ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવા ડેવલપમેન્ટ પ્લાન (DP)ની પ્રક્રિયા પૂર્ણ ન થતાં શહેરના વિકાસને માઠી અસર થઈ રહી છે. DPમાં સમાવિષ્ટ ન હોય તેવા વિસ્તારો અને કેટલીક મિલકતોમાં નવા બાંધકામની પરવાનગી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. લાંબા સમયથી વ્યવહારુ ઉકેલ ન આવતાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. પોતાના પ્લોટ કે જમીન પર ઘર બનાવવા ઇચ્છતા નાગરિકો પણ પરવાનગીની પ્રક્રિયામાં અટવાઈ રહ્યા છે. આ ઉપરાંત CDGCR હેઠળ માલિકી હક અને ડેવલપમેન્ટનો કાયદેસર હક સાબિત કરવા માટેના દસ્તાવેજોના મુદ્દે પણ મુશ્કેલી છે. ખાસ કરીને જ્યાં સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ નથી ત્યાં અન્ય કાયદેસર દસ્તાવેજો હોવા છતાં અરજીઓ આગળ વધતી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં રજિસ્ટર્ડ સેલ ડીડ, ઇન્ડેક્સ-2, 7/12 ઉતારો, 8-અ, હક્કપત્રક-ફોર્મ 6, રેવન્યુ મ્યુટેશન એન્ટ્રી, NA પરમિશન અને વારસાઈના દસ્તાવેજો જેવા પુરાવા આધારે માલિકી ચકાસી શકાય તેમ છે. CDGCRનો હેતુ કાયદેસર માલિકી તથા ‘રાઈટ ટુ ડેવલપ’ની ચકાસણી કરવાનો છે. એક ચોક્કસ દસ્તાવેજના અભાવે કાયદેસર માલિકો બાંધકામ પરવાનગીથી વંચિત રહે છે. આ ગૂંચવણનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુખ્ય સમસ્યા શું છે? પ્રોપર્ટી કાર્ડ ન હોય તો આ વૈકલ્પિક દસ્તાવેજો માન્ય રાખવા જોઈએ રજિસ્ટર્ડ સેલડીડ (વેચાણ દસ્તાવેજ) અને ઈન્ડેક્સ-2 રેવન્યુ જમીન માટે 7/12, 8-અ અને હકપત્રક-ફોર્મ 6 (મ્યુટેશન એન્ટ્રી), બિનખેતી (N.A.) પરવાનગીનો હુકમ, વારસાઈના કિસ્સામાં વારસાઈ દાખલો તથા મૂળ માલિકના દસ્તાવેજો DILR અથવા સીટી સર્વે મેઝરમેન્ટ શીટ (નકશો) વૈકલ્પિક દસ્તાવેજો માન્ય રાખવા જોઈએ. > રાજેશ એમ.લાખાણી, એડવોકેટ, પોરબંદર
    Click here to Read More
    Previous Article
    સરપંચ, વડીલો અને વેપારીઓનો માસ્ટરસ્ટ્રોક:બાપોદરમાં રૂ. 5-10ના પડીકાના નાસ્તા પર સર્વાનુમતે પ્રતિબંધ
    Next Article
    ભાસ્કર વિશેષ:ગીર પછી હવે બરડાનું જંગલ બન્યું ડણકવીરોનું કાયમી બીજું ઘર‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment