Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ગીર પછી હવે બરડાનું જંગલ બન્યું ડણકવીરોનું કાયમી બીજું ઘર‎

    1 day ago

    ગીર બાદ હવે બરડા જંગલ પણ સિંહોનું કાયમી બીજુ ઘર બન્યું છે.બરડા અભયારણ્યમાં 144 વર્ષ બાદ સિહોનો વસાહત થયો છે અને હાલ 17 સિંહની સંખ્યા થઈ હોવાનું આંતરરાષ્ટ્રીય જર્નલ "PLOS One"ના વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે. ​ વિશ્વભરમાં માત્ર ગીર પૂરતા સીમિત રહેલા એશિયાઇ સિંહો માટે હવે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 192.31 ચોરસ કિમીમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય કુદરતી રીતે નવું ઘર બની ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ "PLOS One"માં પ્રકાશિત થયેલા તાજેતરના સંશોધન અનુસાર, બરડાની ખડકાળ ટેકરીઓ, ઘાસિયા મેદાનો, પર્યાપ્ત શિકાર અને અનુકૂળ આબોહવા સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વ અને સ્થાયી વસવાટ માટે શ્રેષ્ઠ પુરવાર થયા છે. રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સંશોધનને સિંહ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે ગીરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાંથી વિખેરાઈને આવતા સિંહો માટે બરડા બીજું ઘર સાબિત થયું છે. વન વિભાગ દ્વારા જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 દરમિયાન 1 નર અને 5 માદા સિંહોને રેડિયો કોલર લગાવી 1.69 લાખથી વધુ જીપીએસ લોકેશન્સ ટ્રેક કરાયા હતા. જેમાં સ્પષ્ટ થયું છે કે સિંહો અહીં પોતાની કાયમી હોમ રેન્જ અને સામાજિક જૂથો સ્થાપી રહ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ માલધારીઓ માટે પુનઃવસન યોજના તેમજ સિંહોની સુરક્ષા માટે ફ્રન્ટલાઈન સ્ટાફ અને ટ્રેકર્સની વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. સિંહોના આહાર માટે 441 ચિતલ અને સાબર છોડાયા‎ બરડામાં સિંહો માટે પૂરતો શિકાર ઉપલબ્ધ રહે તે હેતુથી વન વિભાગ દ્વારા વિશેષ ‘પ્રે-બેઝ’ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. અધિક મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલ સિંહે વિગતો આપતાં જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન જ ગીર અભયારણ્યમાંથી 441 ચિતલને બરડામાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વર્ષ 2007થી સતત ચિતલ અને સાબરનું સંવર્ધન કરી વનમાં છોડવાની કામગીરી ચાલી રહી છે. બરડામાં ઇકો-ટૂરિઝમ ખીલ્યું, પ્રવાસીઓમાં 48%નો ઉછાળો સિંહોના આગમન સાથે બરડા અભયારણ્યમાં 2024થી શરૂ કરાયેલા ઇકો-ટૂરિઝમને કારણે સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થયો છે. બરડાનનિ ક લોકો માટે નેચર ગાઈડ અને સફારી ઓપરેટર તરીકે નવી તકો ઊભી થઈ છે, જેના પગલે પ્રવાસીઓની સંખ્યા 2,271થી વધીને 3,359 થતાં સીધો 48 ટકાનો ઉછાળો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના વિચિત્ર ધારાધોરણ:પ્રોપર્ટી કાર્ડ ન હોય તો ઘર પણ નહીં બને! તંત્રની નીતિથી બિલ્ડરો પલાયન
    Next Article
    Meta Unveils AI Models 'Wonder', 'Wonder Full' To Rival OpenAI, Anthropic

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment