Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભના વિજેતા બનેલા અનેક ખેલાડીઓ પુરસ્કારથી હજુ વંચિત:બેંક ખાતાની અધૂરી વિગતોને કારણે રકમ જમા થઇ શકી નહીં

    1 day ago

    ખેલ મહાકુંભ-2026 અંતર્ગત ગાંધીનગર શહેર, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા કેટલાક ખેલાડીઓ હજુ સુધી રોકડ પુરસ્કારની રકમથી વંચિત છે. બેંક ખાતાની વિગતો અધૂરી હોવા સહિતના કારણોસર આવા ખેલાડીઓના ખાતામાં ઇનામની રકમ જમા થઈ શકી નથી. ત્યારે બાકી રહેલા ખેલાડીઓની વિગતો મેળવી પુરસ્કારની રકમ ચૂકવવાની કાર્યવાહી માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે. સંબંધિત ખેલાડીઓએ આગામી 30 નવેમ્બર સુધીમાં જરૂરી વિગતો અને પુરાવા રજૂ કરવાના રહેશે. આ માટે ખેલાડીઓએ પોતાના નામનું બેંક ખાતું ધરાવતું સંપૂર્ણ ભરેલું ફોર્મ રજૂ કરવાનું રહેશે. તેની સાથે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક તેમજ આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે. ખાસ કરીને અગાઉ રોકડ પુરસ્કાર મેળવવા માટેનું ફોર્મ જમા કરાવ્યું હોય, પરંતુ જરૂરી બેંક વિગતો કે અન્ય પુરાવા આપવાના બાકી હોય તેવા ખેલાડીઓએ પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તમામ જરૂરી વિગતો સાથે ખેલાડીઓએ સેક્ટર-21, ગાંધીનગર સ્થિત જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીમાં રૂબરૂ હાજર રહીને માહિતી રજૂ કરવાની રહેશે. જેથી બાકી રહેલા વિજેતાઓને તેમના રોકડ પુરસ્કારની રકમ ચૂકવવાની પ્રક્રિયા આગળ ધપાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    વિશ્વંભરી ધામ ટ્રસ્ટે રાબડામાં અનાજ કીટ વહેંચી:દીપાવલી પર નિરાધાર પરિવારો અને વિધવા બહેનોને મફત કીટ આપી
    Next Article
    Trump's New Chief Of Staff Once Criticised India Over Russian Oil, Trade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment