Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ:યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા, વિજેતા ટીમોને શિલ્ડ એનાયત કરાઈ

    1 day ago

    યુવાનોમાં નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવા અને તેમને રમતગમત તથા સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના હેતુથી સુરેન્દ્રનગરમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સુરેન્દ્રનગર અને ફિટનેસ ક્લબ, શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. રમતગમતના માધ્યમથી નશામુક્તિનો સંદેશ નશામુક્ત ભારત અભિયાનનો સંદેશ યુવાનો સુધી પહોંચાડવા યોજાયેલી આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતગમતના માધ્યમથી યુવાનોને નશાની લતથી દૂર રહેવા, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવા તેમજ સકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહિપાલસિંહ ડાભી, એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિલીપભાઈ વજાણી, ફિટનેસ ક્લબના મેન્ટર ડૉ. મયુરભાઈ વઢવાણીયા તથા કોચ યશપાલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યુવાનોને નશાની કોઈપણ પ્રકારની લતથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો હતો. નશામુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિજેતા અને રનર્સ-અપ ટીમનું સન્માન ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનર્સ-અપ ટીમને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ચિંતનભાઈ પટેલ અને જીગરભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. નશામુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ રમતગમત અને નશામુક્તિના સંદેશને જોડીને યોજાયેલી આ ટુર્નામેન્ટ દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી. “નશાને ના, રમતગમતને હા – સ્વસ્થ યુવા, નશામુક્ત ભારત”ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનોને નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉધના રોડ પર મનપાની બેદરકારી:જોખમી રીતે કાપેલ લોખંડની એંગલના કારણે ટાયર ફાટતા ટેમ્પો પલટાયો, ચાલક સહિત ત્રણ ઈજાગ્રસ્ત
    Next Article
    મોરબીના આમરણ ચોવીસી પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ:ઊભા પાક સુકાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં; ખેડૂતોએ ખેતરોમાં ઢોર ચરવા મૂકી દીધાં;કલેક્ટર આવેદનપત્ર સોંપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment