Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધના રોડ પર મનપાની બેદરકારી:જોખમી રીતે કાપેલ લોખંડની એંગલના કારણે ટાયર ફાટતા ટેમ્પો પલટાયો, ચાલક સહિત ત્રણ ઈજાગ્રસ્ત

    2 days ago

    સુરત શહેરમાં તંત્રની બેદરકારીના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ ઉધના નવસારી રોડ પર જોવા મળ્યું છે. સુરતના વ્યસ્ત ગણાતા ઉધના નવસારી રોડ પર એક માલવાહક ટેમ્પો અચાનક પલટી મારી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતમાં ટેમ્પો ચાલક સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે, જ્યારે ટેમ્પોમાં ભરેલો ફ્રુટનો માલસામાન પણ મોટા પ્રમાણમાં નષ્ટ પામ્યો છે. આ દુર્ઘટના પાછળ સુરત મનપાની બેદરકારી જવાબદાર હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. લોખંડની એંગલમાં ટાયર ફસાતાં સર્જાયો અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર, ઉધના નવસારી રોડ પર અગાઉ BRTS રૂટમાં લોખંડના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા. મનપા દ્વારા તાજેતરમાં આ બેરિકેડ્સ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તે હટાવ્યા બાદ પણ રોડ પર લોખંડની અણીદાર એંગલો તેમજ ખીલાઓ બહાર જ રહી ગયા હતા. મુખ્ય રોડ પર મોટા પ્રમાણમાં આ પ્રકારે બહાર નીકળેલી જોખમી લોખંડની એંગલના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટેમ્પો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેનું ટાયર રોડ પર અસુરક્ષિત રીતે બહાર નીકળેલી આ લોખંડની એંગલમાં ફસાઈ ગયું હતું, જેના પરિણામે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો. રસ્તા પર ફ્રૂટના કેરેટ્સ વેરાતાં ટ્રાફિકજામ, સદનસીબે જાનહાનિ ટળી ટેમ્પો પલટી જવાની આ ઘટનાને કારણે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ટેમ્પોમાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલા ફ્રુટના કેરેટ્સ અને સામાન રોડ પર ચારેય બાજુ વેરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ટેમ્પો ચાલક અર્જુનભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ગાડીના ટાયર આ રોડ પર બહાર નીકળેલી ગ્રીલ અને ખીલાઓના કારણે ફસાઈ ગયા હતા, જેના લીધે ગાડી પલટી થઈ ગઈ હતી. ટેમ્પોમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જેમાંથી બે-ત્રણ જણાને હાથ અને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી છે, સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે પરંતુ, માલસામાનનું ભારે નુકસાન થયું છે. તંત્રની લાપરવાહી સામે સ્થાનિકોમાં આક્રોશ ઘટનાસ્થળે હાજર સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે મનપા દ્વારા માત્ર બેરિકેડ્સ હટાવી દેવામાં આવ્યા પરંતુ રોડને સમથળ કરવા કે બહાર નીકળેલી લોખંડની અણીદાર એંગલોને કાપવાની તસ્દી લેવામાં આવી ન હતી. આ પ્રકારની બેદરકારીના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને રાહદારીઓ તથા વાહનચાલકોના જાનનું જોખમ ઊભું થઈ ગયું છે. દુર્ઘટના સર્જાય તે પહેલાં જોખમી એંગલોનું કટિંગ કરી રસ્તો સમથળ કરવા માંગ સ્થાનિકો અને વાહનચાલકોએ સુરત મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે ઉધના નવસારી રોડ પર અને અન્ય વિસ્તારોમાં જ્યાં પણ આ પ્રકારે લોખંડની જોખમી રીતે કાપેલ એંગલો અને તેના અવશેષો બહાર નીકળેલા છે, તેને વહેલી તકે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અથવા કટીંગ કરીને રોડને સુરક્ષિત બનાવવામાં આવે. જો જવાબદાર તંત્ર દ્વારા સમયસર આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને એંગલો દૂર નહીં થાય, તો આગામી સમયમાં વધુ કોઈ ગંભીર કે જીવલેણ અકસ્માતો સર્જાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    બોગસ ખેડૂત ખાતેદાર બતાવી જમીન ખરીદી:રમેશ છેલાણાની પત્નીના નામે આવેલી 23.5 વીઘા જમીન સરકાર હસ્તક; કલેક્ટરે ₹84,28,314નો દંડ ફટકાર્યો
    Next Article
    નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ:યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા, વિજેતા ટીમોને શિલ્ડ એનાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment