Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના આમરણ ચોવીસી પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ:ઊભા પાક સુકાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં; ખેડૂતોએ ખેતરોમાં ઢોર ચરવા મૂકી દીધાં;કલેક્ટર આવેદનપત્ર સોંપ્યું

    1 day ago

    મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન નહિવત વરસાદ પડવાના કારણે ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક સુકાઈ જતાં અત્યંત દયનીય સ્થિતિમાં મુકાયેલા ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ આમરણ ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ આ સમગ્ર પંથકના તમામ ગામોને તાત્કાલિક ધોરણે કાયદેસર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને આર્થિક રાહત આપવાની ઉગ્ર માંગણી કરી છે. અપૂરતા વરસાદ અને ખારા પાણીથી પાક સુકાયો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગત 16 થી 18 જુલાઈ 2026 દરમિયાન વિસ્તારમાં માત્ર 55 મિમી જેટલો જ વરસાદ થયો હતો. વરસાદ બાદ ખેડૂતોએ ઉત્સાહભેર વાવણીનું કામ પૂર્ણ કર્યું હતું અને પાકનો ઉગાવો પણ ખૂબ સારો થયો હતો. જોકે, 23 જુલાઈ પછી અચાનક વરસાદ ખેંચાતાં અને દરિયાકાંઠાનો વિસ્તાર હોવાના લીધે જમીનના તળમાંથી ખારું પાણી આવતાં ઊભો પાક સુકાઈને મુરઝાઈ ગયો હતો, જેના કારણે ખેતરમાંથી ઉપજ મળવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં માલધારીઓના ઢોર ચરવા મૂકી દેવાયા ખેતરમાંથી કોઈ પણ પ્રકારની ખેતપેદાશ કે ઉપજ મળે તેમ ન હોવાથી ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. લાચાર બનેલા ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઊભા સુકાયેલા પાકમાં ગૌશાળાની ગાયો અને સ્થાનિક માલધારીઓના માલ-ઢોરને મુક્તપણે ચરવા માટે મૂકી દીધાં છે. સરકારે તાજેતરમાં રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હોવા છતાં ગંભીર પરિસ્થિતિ ધરાવતા આમરણ ચોવીસી પંથકની બાદબાકી કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરીએ દોડી ગયા અગાઉ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ આ વિસ્તાર માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપતી વેળાએ આમરણ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નૈમિષભાઈ ગાંભવા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમુભાઈ હુંબલ તેમજ કોંગ્રેસ આગેવાન દીપકભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ:યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરાયા, વિજેતા ટીમોને શિલ્ડ એનાયત કરાઈ
    Next Article
    Skip Store-Bought Mithai, Chef Sanjeev Kapoor's Khoya Kurmura Barfi Is Perfect For Your Diwali Menu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment