Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ત્રણ દરખાસ્તો નામંજૂર કરી:કચરાના નિકાલ માટે વધુ ટ્રેક્ટર ભાડે રખાશે, વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી

    2 days ago

    સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની સભામાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, મરામત અને સફાઈને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં સમીક્ષા દરમિયાન નંબર 02, નંબર 07 અને નંબર 14ની દરખાસ્તો દફતરે કરવામાં આવી હતી, કારણ કે તેમાં 10% કરતાં નીચા ભાવની દરખાસ્તો રાખવામાં આવી હતી અને નવા નિયમો મુજબ અંદાજિત કિંમતથી 10% કે તેથી વધુ નીચા ભાવવાળી દરખાસ્તો સામે કડક ધોરણો અપનાવવામાં આવ્યા હોવાથી આ નિર્ણય લેવાયો હતો. આ સિવાય સભામાં રજૂ કરાયેલા અન્ય તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ કાર્યો માટે ટેન્ડર મંજૂર આ સભામાં મંજૂર થયેલા અન્ય કાર્યોમાં પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ રાંદેર-અડાજણ, રાંદેર, જહાંગીરાબાદ તથા અન્ય વિસ્તારમાં આવેલ ગાર્ડન અને શાંતિકુંજમાં રિપેરીંગ તથા મેઈન્ટેનન્સના કામ માટે જનક કન્સ્ટ્રકશનનું રૂા. 34,40,000 તેમજ જી.એસ.ટી. અલગથી ચૂકવવાનું ટેન્ડર મંજૂર કરાયું હતું. પશ્ચિમ ઝોનના વિવિધ મ્યુનિસિપલ ગાર્ડનોમાં રમત-ગમતના સાધનોની મરામત માટે ભગવતી ફાઉન્ડેશનનું રૂા. 30,80,800 ( GST વગર) તેમજ જી.એસ.ટી. અલગથી ચૂકવવાનું ટેન્ડર મંજૂર કરાયું હતું. સાંસદ ગોવિંદ ધોળકીયાની ગ્રાંટમાંથી કતારગામ ઝોન વિસ્તારમાં ગુરૂકુળ વિદ્યાપીઠ અને આઈ.ડી.આઈ. ખાતે રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે Lakhani Engineers Organisation નું રૂા. 29,82,930/- નું ટેન્ડર મંજૂર કરાયું હતું. હાઈડ્રોલિક વિભાગના સીમાડા જળ વિતરણ મથક ખાતે 3 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરી હરી ઓમ ઈલેક્ટ્રીકલ્સને કુલ રૂા. 54,63,792/- (જી.એસ.ટી. વગર) ના ખર્ચે સોંપવાનું નક્કી કરાયું હતું. રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાનું કામ 1.44 કરોડના ખર્ચે મંજૂર સાઉથ ઈસ્ટ ઝોન, પ્રિ.ટી.પી. સ્કીમ નં. 40 (લિંબાયત-ડીંડોલી) ના નવા નગર ઉધના યાર્ડ સોસાયટીના રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાનું કામ રૂા. 1,44,34,899.06 ના ખર્ચે મંજૂર કરાયું હતું. નવા પૂર્વ (સરથાણા) ઝોન-બી માં નાના વરાછા-સરથાણા વિસ્તારમાં ફુટપાથ તથા સી.સી. કર્બ સ્ટોન તેમજ વોટર ટેબલને સેટ/રીસેટ અને રીપેરીંગ કરવા તથા નવું બનાવવા માટે એન. પી. રૂપાવટીયાનું રૂા. 40,79,576.21 તેમજ જી.એસ.ટી. અલગથી ચૂકવવાનું ટેન્ડર મંજૂર કરાયું હતું. નવા પૂર્વ ઝોનમાં ડ્રા.ટી.પી. સ્કીમ નં. 92 નારાયણનગર સોસાયટીના રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાનું કામ રૂા. 89,82,529.92 (GST વગર) ના ખર્ચે મંજૂર કરાયું હતું. વરાછા ઝોનમાં હોટફિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના ઉપાડ માટે કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 60 દિવસ માટે કુલ રૂા. 42,78,000/- ના ખર્ચે 23 ટ્રેક્ટર ભાડે રાખવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી, જેમાં બપોરની શિફ્ટમાં 4 ટ્રેક્ટર, સાંજની શિફ્ટમાં 4 ટ્રેક્ટર અને રાતની શિફ્ટમાં 15 ટ્રેક્ટર (દરેક ટ્રેક્ટર સાથે 6 મજૂરોની ટીમ સહિત) ચલાવવામાં આવશે. સાઉથ ઝોન, ભેસ્તાન ખાતે નવો કોમ્યુનિટી હોલ બનાવાશે સાઉથ ઈસ્ટ ઝોનના પરવત-ગોડાદરા ખાતે ડી.કે. નગર સોસાયટીના રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાનું કામ રૂા. 63,47,396.22 ના ખર્ચે મંજૂર કરાયું હતું. ડ્રેનેજ વિભાગ હસ્તકના પાલ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ રિપ્લેસ કરી મોડિફિકેશનની કામગીરી શ્રીરંગ સેલ્સ કોર્પોરેશનને રૂા. 4,46,93,709.11 ના ખર્ચે સોંપાઈ હતી. હાઈડ્રોલિક વિભાગની વિવિધ ઝોનની ઓવરહેડ ટાંકીઓ માટે લેવલ ટ્રાન્સમીટર તથા ફ્લો મીટર પૂરા પાડી ફીટ કરવાનું કામ લાખાણી એન્જીનીયર્સ એન્ડ ઓર્ગેનાઈઝેશનને રૂા. 1,49,52,912.30 ના ખર્ચે સોંપાયું હતું. પૂર્વ ઝોન-એ, કરંજ ખાતે ભગીરથનગર વિભાગ-1 સોસાયટીના રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાનું કામ રૂા. 89,80,947.83ના ખર્ચે મંજૂર કરાયું હતું. સાઉથ ઝોન, ભેસ્તાન ખાતે નવો કોમ્યુનિટી હોલ બનાવવા માટે એન. પી. મુંગરાનું રૂા. 2,10,87,616.32 નું ટેન્ડર મંજૂર કરાયું હતું. સ્મીમેર હોસ્પિટલ ખાતે એન.આઈ.સી.યુ. ના અપગ્રેડેશન અને એચ.વી.એ.સી. તથા ઈલેક્ટ્રીફીકેશન કામગીરી માટે NUTAN REFRIGERATION INDUSTRIES નું રૂા. 1,03,59,910.63 (જી.એસ.ટી. સહિત)નું ટેન્ડર મંજૂર કરાયું હતું. સુરત મનપામાં વપરાશી એસ.એમ.એલ. મેઈકના વાહનોની મરામત અને નિભાવ માટે 5 વર્ષના એન્યુલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પેટે NATIONAL TRACTOR TRADERSને રૂા. 1,00,00,000ની મર્યાદામાં કામ સોંપાયું હતું. પૂર્વ ઝોન-એ, કરંજ ખાતે ભગીરથનગર વિભાગ-2 ના રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાનું કામ રૂા. 58,34,871.80 ના ખર્ચે મંજૂર કરાયું હતું. સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં 7 લોકેશન ઉપર નવા પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક બનાવવા માટે વિશાલ ડી. ડોબરીયાનું રૂા. 2,49,42,022.48નું ટેન્ડર મંજૂર કરાયું હતું. સાઉથ ઈસ્ટ ઝોન, આંજણા ખાતે રઝાનગર સ્વસ્લમ વસાહતની જર્જરિત ડ્રેનેજ લાઈનો બદલવા માટે જે. એમ. રામાણી એન્ડ કાં.ને રૂા. 1,25,68,308.03 ના ખર્ચે કામ સોંપાયું હતું. પૂર્વ ઝોન-એ વિસ્તારમાં વિવિધ ટી.પી. રસ્તાઓ ઉપર નવી ડ્રેનેજ લાઈન બિછાવવા અને વિસ્તૃતિકરણ માટે જે.એમ. રામાણી એન્ડ કાં. નું રૂા. 2,01,44,482.92 નું ટેન્ડર મંજૂર કરાયું હતું. તેમજ ખાદ્ય પદાર્થના પૃથ્થકરણ માટે જરૂરી Consumables, Labware અને CRM વગેરે આઈટમો ખરીદવા માટે Evak Environment Pvt Ltd ના 1 વર્ષના યુનિટ રેઈટ કુલ રૂા. 50,99,996.90 ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોરમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં કૃષિ પરિસંવાદ યોજાયો:ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી કરવા અપીલ;આદિવાસી મહિલા ખેડૂતની વિશેષ પ્રશંસા કરાઈ
    Next Article
    ઘોઘાના વાવડી ગામે વાડીમાં ચાલતો દારૂનો અડ્ડો પકડાયો:જુવાર વચ્ચે છુપાવેલા 220 વિદેશી દારૂના ચપટા સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment