Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સેટિંગ’ના નામે રૂપિયા પડાવ્યા:પોલીસમાં નોકરીની લાલચ આપી યુવક સાથે રૂ. 2.20 લાખની ઠગાઈ

    1 day ago

    સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીના બનાવો વચ્ચે શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા ડિલિવરી બોય સાથે પોલીસમાં નોકરી અપાવવાના નામે રૂ 3.20 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ભરતીમાં સેટિંગ હોવાનું કહી આરોપીઓએ વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવ્યા હતા. બાદમાં ભરતીના પરિણામમાં નામ ન આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે માધવપુરા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, શાહપુર દરવાજા બહાર રહેતા 34 વર્ષીય નંદકિશોર ગૌતમભાઈ સિંહા ડિલિવરી બોય તરીકે કામ કરે છે. વર્ષ 2024 દરમિયાન શાહપુર ખાતે આવેલી એક ચાની કિટલી પર તેમની ઓળખાણ પ્રદીપ હરીલાલ સોની સાથે થઈ હતી. ઉદાસ થઈને કેમ બેઠા છો તેમ પુછતા નંદકિશોરે હાલમાં પોલીસની ભરતી આવી છે અને મારે રનીંગ કમ્પ્લીટ થઈ જાય છે પરંતુ હાઈટ ઓછી પડે છે તેમ કહેતા પ્રદીપ સોનીએ મારી પાસે પોલીસ તેમજ અન્ય સરકારી નોકરીમાં લગાડવા માટે મોટા પાયે સેટીંગ છે તેમ કહીને પોતાના ભાઈ નીતીન કાંતિલાલ થડેશ્વર( રહે. બોરીવલી, મુંબઈ)ની પોલીસ વિભાગમાં ઊંચી ઓળખાણ હોવાનું કહી સીધી ભરતી કરાવી આપવાની ખાતરી આપી હતી. તેના બદલામાં રૂ 10 લાખની માંગણી કરવામાં આવી હતી.વિશ્વાસમાં આવી ગયા બાદ પ્રદિપ સાથે નંદકિશોર મુંબઈ ગયો હતો જયાં નિતિને કહ્યુ હતુ કે મારે પોલીસમાં ડાયરેકટ સેટીંગ છે. નોકરીની આશામાં નંદકિશોરે આરોપીઓના જણાવ્યા મુજબ અલગ-અલગ સમયે બેંક ટ્રાન્સફર અને ઓનલાઈન માધ્યમથી કુલ રૂ 3.20 લાખ ચૂકવ્યા હતા. વિશ્વાસ જળવાઈ રહે તે માટે આરોપીઓએ તેમને મુંબઈ બોલાવી મુલાકાત પણ કરાવી હતી અને મમતા જોષીના બેંક ખાતામાં પણ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. મે-2025માં પોલીસ ભરતીનું અંતિમ પરિણામ જાહેર થતાં નંદકિશોરનું નામ યાદીમાં ન હતું. ત્યારબાદ આરોપીઓનો સંપર્ક કરતાં તેઓ બહાનાબાજી કરવા લાગ્યા હતા. વારંવાર ઉઘરાણી બાદ માત્ર રૂ 1 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ 2.20 લાખ પરત ન આપતાં આખરે નંદકિશોરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રદીપ સોની, નીતીન થડેશ્વર અને મમતા જોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માધવપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી તેમની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અંતિમ 100 ફૂટમાં દબાણ યથાવત્ રહેતાં હાલાકી:સીટીએમ-ભાઈપુરા વચ્ચેના કરોડો રૂપિયાના રોડ પ્રોજેક્ટ પર 100 ફૂટનું ગ્રહણ,નાગરિકોને હાલાકી
    Next Article
    જર્જરિત બિલ્ડિંગો દર્દીઓ માટે જોખમી:નવી એલજી, શારદાબહેન હોસ્પિટલનું કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 4 વર્ષે પણ અધૂરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment