Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોરમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં કૃષિ પરિસંવાદ યોજાયો:ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી પ્રાકૃતિક ખેતી કરવા અપીલ;આદિવાસી મહિલા ખેડૂતની વિશેષ પ્રશંસા કરાઈ

    2 days ago

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી ભવ્ય કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશી ગાય આધારિત ખેતી અપનાવવા હાકલ કરી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોને રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો વપરાશ બંધ કરી જમીનની ફળદ્રુપતા અને ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીવામૃત અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ પરિસંવાદને સંબોધતાં રાજ્યપાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી આજે રાષ્ટ્રીય મિશન બની ચૂકી છે. ખેડૂતોમાં એવી ખોટી માન્યતા છે કે યુરિયા અને ડીએપી વિના ઉત્પાદન ઘટે છે, પરંતુ પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે અને ગુણવત્તાયુક્ત ઉપજ મળે છે. કુરુક્ષેત્ર ગુરુકુલનું ઉદાહરણ આપતાં તેમણે જીવામૃત બનાવવા માટે ગોળ, કઠોળનો લોટ, જમીનની માટી, દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર વાપરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સફળ ખેડૂતોનું સન્માન અને મુલાકાત રાજ્યપાલે પરિસંવાદ દરમિયાન આદિવાસી મહિલા ખેડૂત દરિયાબેન બારીયાની પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી સફળતા બદલ વિશેષ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લઈને ખેડૂતો, કૃષિ સખીઓ અને માસ્ટર ટ્રેનર્સ સાથે સીધો સંવાદ કર્યો હતો. મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સ્થાનિક ખેડૂતોને રાજ્યપાલના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. વેચાણ કેન્દ્રો અને તાલીમનું આયોજન પ્રાકૃતિક ઉત્પાદનોના સરળ વેચાણ અર્થે તાલુકા અને જિલ્લા કક્ષાએ 1,200 થી વધુ વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. રાજ્યપાલે કૃષિ સખીઓ અને ટ્રેનર્સને ગામેગામ જઈને ખેડૂતોને નિઃશુલ્ક તાલીમ આપવા માટે અનુરોધ કર્યો હતો. જમીનમાં અળસિયાંની ભૂમિકા સમજાવી રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગથી પૃથ્વી પર પડતી વિપરીત અસરો અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરી આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, ધારાસભ્યો ડૉ. કુબેરભાઈ ડીંડોર અને માનસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનાનો ભાવ ઘટતા પડાપડી:સોમનાથ મંદિર આસપાસ નોનવેજ નહી વેચી શકાય, અઢી ફૂટના નોળિયાએ ખૂંખાર દીપડીને ભગાડી
    Next Article
    સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ત્રણ દરખાસ્તો નામંજૂર કરી:કચરાના નિકાલ માટે વધુ ટ્રેક્ટર ભાડે રખાશે, વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment