Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાવાસીઓને તંત્ર તરફથી દિવાળીની ખાસ ભેટ:દિવાળીથી ભાઈબીજ સુધી સિટી બસ સેવામાં નિઃશુલ્ક મુસાફરી, નાગરિકો પર આર્થિક બોજ ન પડે તે હેતુથી પહેલ

    1 day ago

    મહેસાણા શહેરના નાગરિકો માટે દિવાળીના પાવન પર્વ નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વિશેષ ભેટની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણાના મેયર સોનલબેન વિષ્ણુ ઓઝા દ્વારા દિવાળીથી ભાઈબીજ સુધી સતત ચાર દિવસ સિટી બસ સેવામાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત અનુસાર, તા. 8, 9, 10 અને 11 નવેમ્બર દરમિયાન મહેસાણા સિટી બસ સેવામાં મુસાફરી કરતા કોઈપણ મુસાફર પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવશે નહીં. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકો પરિવારજનો અને સ્વજનો સાથે સરળતાથી અવરજવર કરી શકે તથા તેમને મુસાફરીનો આર્થિક બોજ ન પડે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે. નાગરિકોના જીવનને વધુ સરળ, સુખદ બનાવવો પણ વિકાસનો મહત્વપૂર્ણ ભાગ મેયર સોનલબેન ઓઝાએ જણાવ્યું હતું કે, મહેસાણાના નાગરિકોના જીવનમાં સુવિધા, સરળતા અને ખુશીઓનો ઉમેરો કરવો એ તેમની પ્રાથમિકતા છે. શહેરનો વિકાસ માત્ર રસ્તાઓ, ઇમારતો અને વિવિધ સુવિધાઓના નિર્માણ સુધી સીમિત નથી, પરંતુ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને સુખદ બનાવવો પણ વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છે. આ જ જનસેવા અને નાગરિકલક્ષી વિચારધારા સાથે દિવાળીના પાવન અવસરે મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ માટે સિટી બસ સેવા સંપૂર્ણ નિઃશુલ્ક રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકોને મુસાફરીમાં આર્થિક રાહત મળશે દિવાળીના તહેવાર દરમિયાન લોકો પરિવારજનો સાથે ખરીદી કરવા, સ્વજનોને મળવા તથા વિવિધ સ્થળોએ અવરજવર કરતા હોય છે. ત્યારે ચાર દિવસ નિઃશુલ્ક સિટી બસ સેવા ઉપલબ્ધ થવાથી શહેરના નાગરિકોને મુસાફરીમાં આર્થિક રાહત મળશે. ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા લોકો, બહેનો, વડીલો અને સામાન્ય વર્ગના નાગરિકોને આ સુવિધાનો લાભ મળશે. મહાનગરપાલિકાની આ પહેલથી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધવાની સાથે નાગરિકોને સુવિધાજનક મુસાફરીનો અનુભવ પણ મળશે. મેયર સોનલબેન ઓઝાએ મહેસાણાના તમામ નાગરિકોને આ ચાર દિવસ દરમિયાન નિઃશુલ્ક સિટી બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. તેમણે નાગરિકોને પરિવારજનો અને સ્વજનો સાથે સિટી બસમાં મુસાફરી કરીને શહેરને માણવા તથા દિવાળીની ખુશીઓ વહેંચવા આમંત્રણ આપ્યું છે. સાથે જ મહેસાણાને વધુ સુવિધાયુક્ત, સુખાકારીભર્યું અને નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરતું શહેર બનાવવા માટે મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા સતત જળવાઈ રહેશે તેવી ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવાઈ:14 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મના આરોપી મેરાજ ખાનને રાહત નહીં
    Next Article
    ધનતેરસે ઠાકર બુક સ્ટોરમાં ખરીદી માટે ભીડ ઉમટી:જામનગરના સો વર્ષ જૂના સ્ટોરમાં તિથિના ડટ્ટા, તિથિ તોરણ અને રોજમેળની ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment