Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:14 લોક આખરે ક્યાં છે?

    1 day ago

    જયેશ દવે ચાર ડાયમેન્શન - પરિમાણ અંગે જાણીએ છીએ અને વિજ્ઞાન તેને પ્રમાણભૂત ગણે છે. દુનિયા આ ચાર પરિમાણમાં જ છે કે તેથી વધુ પણ કશું છે? આપણે ઇન્દ્રિયો દ્વારા સમજીએ છીએ, અનુભવીએ છીએ તે જ જગત છે કે પછી તેથી વિશેષ કશું છે? આ સવાલનો જવાબ શોધવા ચાર પરિમાણનું જાણીતું ઉદાહરણ ઉપયોગી છે. આપણે કાર લઈને જઈ રહ્યા છીએ અને હાઈ-વે પર દૂર દૂર કોઈ જ દેખાતું નથી. એવામાં દૂર એક કાળી લાઈન જેવું દેખાય છે. (સપાટ અને સ્થિર જણાતી લાઈન પહેલું પરિમાણ), આગળ વધીએ છીએ અને તે લાઈનની ઊંચાઈ પણ સ્પષ્ટ થાય - દેખાવા લાગે (બીજું પરિમાણ). આગળ વધતાં સ્પષ્ટ થયું કે આ કાર છે અને પુરપાટ ઝડપે આવી રહી છે. કાર નજીક આવી ત્યારે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ સ્પષ્ટ થઈ (ત્રણેય પરિમાણ). અને, આ બધું જ કોઈ ચોક્કસ અવધિમાં બન્યું તેથી સમય નામના ચોથા પરિમાણને આપણે અનુભવ્યું. હવે વિચારો, કશું જ દેખાતું ન હતું ત્યારે પણ આપણી દૃષ્ટિ મર્યાદાની બહાર કાર તો હતી જ. જ્યારે માત્ર એક લાઈન દેખાઈ ત્યારે તે પણ થ્રી ડાયમેન્શન ધરાવતી કાર જ હતી. આપણી દૃષ્ટિ- ઇન્દ્રિયની મર્યાદાને કારણે આ આખી ઘટના બની તેમ સમજી શકાય. તો ઇન્દ્રિયોથી પર પણ પરિમાણ ન હોય તેની શી ખાતરી? આપણે જે અવાજ સાંભળી શકતા નથી તે અનેક પ્રાણી - પક્ષી સાંભળી શકે છે. જે આપણે જોઈ શકતા નથી તે પણ અનેક પશુ-પક્ષીઓ જોઈ શકે છે. મતલબ, આપણી ઇન્દ્રિયોની મર્યાદા બહાર પણ કોઈ સૃષ્ટિ છે જ, તો ફોર ડાયમેન્શનથી આગળ પણ કશુંક કેમ ન હોઈ શકે? હા, ચાર જ નહીં અનેક ડાયમેન્શન છે તેમ હવે આધુનિક વિજ્ઞાન કહે છે. સ્ટ્રિંગ થિયરી મુજબ કણોના પણ સૂક્ષ્મ સ્તર પર બધું જ ઊર્જાના સૂક્ષ્મ તાર છે. આખું બ્રહ્માંડ આ સૂક્ષ્મ નાના તારથી ગુંજતું સંગીત છે. આ થિયરી અન્ય ડાયમેન્શનની સંભાવના ખોલે છે. આ આખી થિયરી ગણિત આધારિત છે અને વૈજ્ઞાનિકો કહે છે બિગ બેંગ થયો ત્યારે ત્રણ પરિમાણ ફેલાયાં, જ્યારે અન્ય અતિ સૂક્ષ્મ સ્તરે રહેલાં પરિમાણો પણ રચાયાં પરંતુ તે સંકોચાયેલાં, વળેલાં છે જેથી તે જોઈ શકાતા નથી. જે રીતે કાગળ પર દોરેલો માણસ જોઈ-વિચારી શકતો હોય તો પણ તે ઊંચાઈને સમજી ન શકે. આ જ રીતે ત્રણ ડાયમેન્શનની દુનિયામાં એક સમયરેખા પર જીવતા આપણે અન્ય ડાયમેન્શનને જોઈ શકતા નથી. હા, ગણિત દ્વારા સમજી શકીએ છીએ. સરળ રીતે કહીએ તો, દેખાય છે તેથી અલગ કોઈ દુનિયા હોવાનું વિજ્ઞાન કહે છે. આવી જ વાત શાસ્ત્રોએ પણ કરી છે. શાસ્ત્રોમાં વિવિધ લોકની વાત આવે છે. ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપઃ, સત્યમ્ આ પ્રકારે સાત લોકની વાત છે. આ ઉચ્ચ લોક છે, જ્યારે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ આ સાત અધો લોક છે. આ 14 લોક પૈકી ભૂઃ તે પૃથ્વીલોક છે અને અહીં ચાર આયામો - ડાયમેન્શન છે અને તે પછીના આ 14 લોકમાં અન્ય ડાયમેન્શન સાથેની સૃષ્ટિની વાત છે. જે ચાર પરિમાણ આપણે અનુભવીએ છીએ તે પછીની આ વાત છે ત્યારે તે આપણી આસપાસ જ ચેતનાના વિવિધ સ્તરો હોઈ શકે છે. ઉચ્ચ અને અધો લોક એ ઉપર - નીચે નહીં પરંતુ આપણી જ દુનિયામાં જ હોય પરંતુ અભૌતિક એટલે જે ઇન્દ્રિયગોચર ન હોઇ (જાણી શકતા નથી) આ શક્યતા વધારે છે. અધ્યાત્મ ચેતનાના સ્તર અને વિજ્ઞાન તેને સમીકરણો દ્વારા સંભાવના તરીકે ઓળખે છે. શું 14 લોક અને 11 ડાયમેન્શન એક જ છે? ના, એક જ છે તેમ ન કહી શકાય પરંતુ જે લોક આપણને દેખાતા નથી તે આ ડાયમેન્શનમાં હોઈ શકે તેમ ચોક્કસ કહી શકાય. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ દર્શન કરાવ્યાં જેમાં અનેક બ્રહ્માંડો, આ બ્રહ્માંડો વચ્ચેનું જોડાણ, ભૂત - વર્તમાન - ભવિષ્ય (સમય) નું એકસાથે પ્રગટીકરણ બતાવ્યું. આ એ જ દર્શન હતું જેને આપણે 11 આયામો - પરિમાણ કહીએ છીએ. ત્રણ પછીના ડાયમેન્શન દેખાડવા માટે કૃષ્ણએ અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી હતી. ચર્મચક્ષુ અને બુદ્ધિની મર્યાદાથી ઉપર ઊઠીને ચેતનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી આ આયામો સ્પષ્ટ થાય છે તે અહીં જોઈ શકાય છે. આપણી થ્રીડી દુનિયા અને સમય રેખાથી વિશેષ પણ દુનિયા હોવાની પુષ્ટિ પુરાણકથાઓમાં પણ રોચક સ્વરૂપે જોવા મળે છે તેની વાત આગળના ક્રમે કરીએ. }
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:આત્મ નિરીક્ષણ
    Next Article
    વિસ્મય:આધુનિક બંદૂકના આદ્ય અવતાર સમી ઝમ્બુરાકે જ્યારે હિન્દના સ્વાભિમાનની આખરી લડાઈ વિફળ બનાવી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment