Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:આત્મ નિરીક્ષણ

    1 day ago

    અપૂર્વ ભટ્ટ વાત 1984ની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી રહી હતી. પ્રવાસની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ જે ઑસ્ટ્રેલિયા આસાનીથી જીતી ગયું, બ્રિસબેન, એડિલેડ અને મેલબોર્નની ત્રણેય ટેસ્ટ ડ્રો થઈ. છેલ્લી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ જે ઑસ્ટ્રેલિયાએ જીતીને સિરીઝ 2 વિરુદ્ધ 0થી જીતી લીધી. આ મેચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના મહાન બોલર ડેનિસ લીલીએ ક્રિકેટમાંથી પોતાના મિત્રો ગ્રેગ ચેપલ અને રોડની માર્શના પગલે અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી. આ જ સમયે એક ડેનિસ લીલીનો ચાહક 12 વર્ષનો કિશોર લીલીને મળવા આવ્યો. લીલીના ઓટોગ્રાફ લેતા તેણે સાહજિક પૂછ્યું, ‘તમે કેમ અચાનક નિવૃત્તિ જાહેર કરી?’ જવાબમાં લીલીએ કહ્યું, ‘મને એવું લાગ્યું કે હું મારી રમતમાં 100% નથી આપી શકતો, આથી હવે નિવૃત્ત થઈ જવું જોઈએ.’ આગળ જતાં આ 12 વર્ષનો કિશોર ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો મજબૂત આધારસ્તંભ બન્યો, આક્રમક ઓપનિંગ બેટ્સમેન સાથે કુશળ વિકેટકીપર તરીકે પ્રખ્યાત આ ખેલાડી એટલે ‘ગિલી’ના ઉપનામથી જાણીતો એડમ ગિલક્રિસ્ટ. વર્ષો બાદ 2008માં ઇન્ડિયાની ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવી, પ્રવાસની પ્રથમ બંને ટેસ્ટ અનુક્રમે મેલબોર્ન અને સિડનીમાં રમાઈ જે ઑસ્ટ્રેલિયાએ જીતી લીધી. પ્રવાસની ત્રીજી મેચ પર્થમાં રમાઈ, જેમાં બ્રેટ લીના એક બહેતરીન આઉટ સ્વિંગ બોલમાં બેટ્સમેન વી. વી. એસ. લક્ષ્મણનો કેચ વિકેટકીપર ગિલક્રિસ્ટના જમણા હાથ પાસેથી પસાર થઈ ગયો. ગિલક્રિસ્ટ કેચ લેવા ડાઈવ લગાવી પણ સહેજ મોડો પડ્યો. ગિલક્રિસ્ટને સહેજ ક્ષોભ થયો. સાંજે રમત પૂરી થયા બાદ પેવેલિયનમાં પરત આવતા ગ્રાઉન્ડના મોટા સ્ક્રીન પર ગિલક્રિસ્ટની નજર ગઈ, સ્ક્રીન પર તે કેચ સ્લો મોશનમાં બતાવાતો હતો. તે જોઈને ગિલક્રિસ્ટને લાગ્યું કે પોતાની સ્ફૂર્તિ અને ચપળતા ઓછી થઈ છે. પેવેલિયન સુધી પહોંચતા તેણે ઘણું આત્મમંથન કરી નાખ્યું. મનમાં લાગ્યું કે હું હવે મારી રમતને 100% નથી આપી રહ્યો (આંખો સામે વર્ષો પહેલાં પોતાના પ્રિય ક્રિકેટર ડેનિસ લીલીનો ચહેરો ડોકાઈ ગયો) અને ડ્રેસિંગ રૂમમાં પહોંચતા જ તેણે જાહેરાત કરી કે આ ટેસ્ટ સિરીઝ મારી અંતિમ ટેસ્ટ શ્રેણી રહેશે, હું નિવૃત્તિ લઈ રહ્યો છું. ગિલક્રિસ્ટની ઉંમર ત્યારે 36 વર્ષની હતી અને આસાનીથી બે-ત્રણ વર્ષ રમી શકે તેમ હતો, સાથી ખેલાડીઓએ ખૂબ સમજાવ્યો પણ ગિલક્રિસ્ટ તેના નિર્ણયમાં મક્કમ રહ્યો. આ મેચની બીજી ઇનિંગ્સમાં બ્રેટ લીએ ફરીથી લક્ષ્મણ સામે આઉટસ્વિંગર બોલ ફેંક્યો અને આ વખતે ગિલક્રિસ્ટે અદભુત કેચ કરી લઈ પોતાની પ્રિય રમતને અલવિદા કહ્યું. }
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:ભારતની સૌથી મુશ્કેલ કૂટનીતિક પરીક્ષા
    Next Article
    હિડન ટ્રુથ:14 લોક આખરે ક્યાં છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment