Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ધારાસભ્યએ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી:ઉમેશભાઈ મકવાણાએ દિવાળીની શુભેચ્છા પાઠવી, સ્થાનિક દુકાનોને પ્રાધાન્ય આપવા અપીલ કરી

    15 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ દિવાળીના પર્વે બોટાદના લોકો સહિત ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે સ્થાનિક નાના વેપારીઓ પાસેથી ખરીદી કરવા અપીલ કરી છે.મકવાણાએ લોકોને પરિવાર સાથે બોટાદના નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને પથરણાં પાથરીને વેપાર કરતા શ્રમજીવી લોકો પાસેથી ખરીદી કરવા કહ્યું છે. તેમણે ઓનલાઈન અને મોટા મોલમાંથી થતી ખરીદી ઘટાડીને સ્થાનિક વેપારીઓને પ્રાધાન્ય આપવા અપીલ કરી. તેમના જણાવ્યા મુજબ, તેનાથી વેપારીઓની રોજીરોટી અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળશે.મકવાણાએ કહ્યું કે ખરીદીના પૈસા વિદેશમાં જવાને બદલે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં ઉપયોગી થશે અને બોટાદના વેપારીઓનો વ્યવસાય પણ વધશે.તેમણે કહ્યું કે દિવાળી દીવા પ્રગટાવવાનો જ નહીં, પરંતુ એકબીજાના જીવનમાં ખુશીનો પ્રકાશ ફેલાવવાનો અવસર પણ છે. નાની ખરીદી પણ નાના વેપારીના પરિવાર માટે ખુશીનું કારણ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર ITRA ખાતે ધન્વંતરીની ઉજવણી:સૌના સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધન્વંતરીજીનું સમૂહ પૂજન યોજાયું
    Next Article
    ધનતેરસે મોરબીમાં સોના-ચાંદીની ખરીદી બમણી થઈ:વેપારીઓના મતે ગયા વર્ષ કરતાં ઘરાકી વધી; ભાવ ઘટતાં ગ્રાહકોને ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment