Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે મોરબીમાં સોના-ચાંદીની ખરીદી બમણી થઈ:વેપારીઓના મતે ગયા વર્ષ કરતાં ઘરાકી વધી; ભાવ ઘટતાં ગ્રાહકોને ફાયદો

    14 hours ago

    ધનતેરસે મોરબીમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકો જ્વેલર્સની દુકાનોમાં પહોંચ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઘરાકી બમણી રહી હતી. જેપી જ્વેલર્સના વેપારી પ્રશાંતભાઈ આડેશરાએ જણાવ્યું કે આ વર્ષે સોનાની સાથે ચાંદી ખરીદવામાં પણ ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળ્યો. તેમના જણાવ્યા મુજબ, ધનતેરસે ગયા વર્ષની સરખામણીએ બમણી ઘરાકી રહી હતી. પ્રશાંતભાઈએ જણાવ્યું કે ગયા વર્ષે ચાંદીનો ભાવ પ્રતિ કિલો આશરે રૂ. 4.25 લાખ હતો. આ વર્ષે ચાંદીનો વેપાર રૂ. 1.80થી 1.90 લાખની આસપાસ થઈ રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના સમયે સોનાની લગડીનો ભાવ રૂ. 1.90થી 1.92 લાખ હતો. આ વર્ષે ભાવ રૂ. 1.42થી 1.45 લાખની આસપાસ છે. ભાવ ઘટવાથી ગ્રાહકોને ખરીદીમાં ફાયદો થઈ રહ્યો છે. ગામ હડમતિયાથી સોનું ખરીદવા આવેલા ગ્રાહક રવજીભાઈ કામરિયાએ જણાવ્યું કે હિન્દુ પરંપરા મુજબ ધનતેરસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવ ઓછા હોવાથી નાના અને મધ્યમ વર્ગના પરિવારો સહિત તમામ વર્ગના લોકો ખરીદીમાં રસ લઈ રહ્યા છે. રવજીભાઈના જણાવ્યા મુજબ, આ વર્ષે સોનું ખરીદવા આવતા ગ્રાહકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણી છે. દિવાળી અને ધનતેરસે મોરબીના બજારોમાં સોના-ચાંદીની ખરીદી વધી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદના ધારાસભ્યએ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી:ઉમેશભાઈ મકવાણાએ દિવાળીની શુભેચ્છા પાઠવી, સ્થાનિક દુકાનોને પ્રાધાન્ય આપવા અપીલ કરી
    Next Article
    Daler Mehndi's Son Defends Him After Abhijeet's Lip-Sync Accusation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment