Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ITRA ખાતે ધન્વંતરીની ઉજવણી:સૌના સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધન્વંતરીજીનું સમૂહ પૂજન યોજાયું

    16 hours ago

    આયુર્વેદની જનકભૂમિ તરીકે ઓળખાતા જામનગરમાં ધન્વંતરી ધનતેરસ નિમિત્તે આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધન્વંતરીજીનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA) દ્વારા આયોજિત આ સમૂહ પૂજન સંસ્થાનનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ દિવસને ભગવાન ધન્વંતરીજીના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે આયુર્વેદના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવાયું હતું કે આયુર્વેદ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, પરંતુ એક જીવનશૈલી છે. સ્વસ્થ અને સમૃદ્ધ જીવન માટે દરેક વ્યક્તિએ આયુર્વેદને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવવો જોઈએ. સમુદ્રમંથન સાથે જોડાયેલી છે ભગવાન ધન્વંતરીજીની કથા પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન ધન્વંતરીજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે. મહાભારત, શ્રીમદ્ ભાગવત, હરિવંશ પુરાણ, વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં ભગવાન ધન્વંતરીજીના પ્રાગટ્યનો ઉલ્લેખ જોવા મળે છે. પૌરાણિક માન્યતા મુજબ સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરીજી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ત્યારબાદ તેમણે ભગવાન વિષ્ણુને સંસારમાં પોતાનું સ્થાન અને યજ્ઞભાગ નિશ્ચિત કરવા વિનંતી કરી હતી. જોકે, દેવતાઓના યજ્ઞભાગની વ્યવસ્થા અગાઉથી નક્કી થઈ ગઈ હોવાથી તેમને તે સમયે યજ્ઞભાગ આપવો શક્ય ન હોવાનું ભગવાન વિષ્ણુએ જણાવ્યું હતું. સાથે જ ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું હતું કે બીજા જન્મમાં તેઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે, આયુર્વેદના વિષયોને આઠ ભાગમાં વિભાજિત કરશે અને દેવત્વ પ્રાપ્ત કરશે. આ વરદાન અનુસાર તેમણે બીજા જન્મમાં કાશીના રાજા ધન્વના પુત્ર તરીકે જન્મ લીધો અને ધન્વંતરી તરીકે પ્રસિદ્ધ થયા. આયુર્વેદના પ્રવર્તક તરીકે ભગવાન ધન્વંતરીજીનું મહત્ત્વ માર્કંડેય પુરાણ અને સ્કંદ પુરાણમાં ભગવાન ધન્વંતરીજીના જન્મ અંગે અન્ય કથાનો પણ ઉલ્લેખ છે. આ કથા અનુસાર ગાલવ ઋષિના આશીર્વાદથી વીરભદ્રા નામની સ્ત્રીના પુત્ર તરીકે તેમનો જન્મ થયો હતો. આગળ જતાં તેઓ આયુર્વેદના પ્રવર્તક તરીકે જાણીતા બન્યા. અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવપૂર્વક પૂજન કર્યું ધન્વંતરી પૂજનના આ કાર્યક્રમમાં સંસ્થાનનાં ડેપ્યુટી ડાયરેક્ટર વૈદ્ય કૃતિકા ચૌધરી, વૈદ્ય વર્ષા સોલંકી, વૈદ્ય જીગ્નેશ કેવળિયા, ડીન પ્રો. અનૂપ ઠાકર, પ્રો. હિતેશ વ્યાસ, હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વૈદ્ય સી. યુ. ખૂંટ તેમજ WHOના સ્ટાફ સહિત સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે ભાવપૂર્વક ભગવાન ધન્વંતરીજીનું પૂજન કરી સૌના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    યુવાનોને નીતિથી ધન કમાવાનો સંદેશ:ધનતેરસે સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમની સલાહ; ધનવાન બનો, પણ પ્રમાણિકતા ન છોડો
    Next Article
    બોટાદના ધારાસભ્યએ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી:ઉમેશભાઈ મકવાણાએ દિવાળીની શુભેચ્છા પાઠવી, સ્થાનિક દુકાનોને પ્રાધાન્ય આપવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment