Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી શરૂઆત:ધનતેરસથી જ બજારોમાં તેજીનો માહોલ, બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ

    1 day ago

    પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધનતેરસના પાવન દિવસથી દિવાળીના તહેવારોની ધામધૂમથી શરૂઆત થઈ છે. દિવાળીના મુખ્ય પર્વને લઈને શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. રવિવારે દિવાળીની ઉજવણી થવાની હોવાથી લોકો તહેવારની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે બજારોમાં ખરીદી કરી રહ્યા છે. પાટણ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને નાના કસબાઓમાં પણ બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ફટાકડા બજારમાં બાળકો અને યુવાનોમાં ઉત્સાહ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ફટાકડા બજારમાં ખાસ રોનક જોવા મળી રહી છે. બાળકો, યુવાનો સહિત અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિવિધ પ્રકારના ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. શહેરના બગવાડા નજીક આવેલા ધ્રુવી ફટાકડા સેન્ટર ખાતે શિવાકાશીના વિવિધ પ્રકારના ફટાકડા, ફેન્સી વેરાયટી તેમજ રામદેવ ફટાકડાની ખરીદી માટે લોકો પહોંચી રહ્યા છે. કપડાં, મીઠાઈ અને પૂજાસામગ્રીની દુકાનોમાં પણ ભીડ ફટાકડા ઉપરાંત તૈયાર વસ્ત્રો, મીઠાઈ, પૂજાસામગ્રી અને ઘરની સજાવટ માટેની ચીજવસ્તુઓની દુકાનોમાં પણ ગ્રાહકોની અવરજવર વધી છે. તહેવારની ઉજવણીમાં કોઈ તૈયારી બાકી ન રહી જાય તે માટે લોકો પરિવાર સાથે ખરીદી કરવા નીકળી રહ્યા છે. મોડી સાંજ સુધી બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓમાં દિવાળીની ખરીદીને લઈને ઉત્સાહ તહેવારોના કારણે બજારોમાં ખરીદીનો માહોલ જામતાં સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના અંતિમ દિવસોમાં ગ્રાહકોની વધતી અવરજવરને પગલે બજારોમાં વેપારની તેજી જોવા મળી રહી છે. આમ, દિવાળીના પર્વને આવકારવા પાટણ શહેર અને જિલ્લામાં ઉત્સાહભર્યો માહોલ છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ મુક્તિધામમાં ધન્વંતરિ ભગવાનની પૂજા થઈ:ધનતેરસે શાસ્ત્રી નિરવ જોશીના હસ્તે આરતી; ઔષધીય ઉપવનની દવાઓનું પણ પૂજન
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:રાજકોટની અંબિકા વિદ્યાલયને રૂ.2 લાખનો દંડ:80 ફૂટ રોડ પર મંજૂરી ને' કેરાલા પાર્કમાં વિદ્યાર્થીઓને ભણાવાતા હોવાનો પર્દાફાશ, 10 દિવસમાં દંડ ન ભરે તો દૈનિક રૂ.20 હજાર લેખે વધુ ભરવા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment