Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:રાજકોટની અંબિકા વિદ્યાલયને રૂ.2 લાખનો દંડ:80 ફૂટ રોડ પર મંજૂરી ને' કેરાલા પાર્કમાં વિદ્યાર્થીઓને ભણાવાતા હોવાનો પર્દાફાશ, 10 દિવસમાં દંડ ન ભરે તો દૈનિક રૂ.20 હજાર લેખે વધુ ભરવા પડશે

    1 day ago

    રાજકોટમાં વધુ એક ખાનગી શાળા સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 80 ફુટ રોડ ઉપર આવેલી અંબિકા વિદ્યાલયના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આ જ સ્કૂલની બીજી કેરાલા પાર્કમાં આવેલી બ્રાન્ચ ખાતે શિક્ષણ વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ધમધમતી હોવાનું સામે આવતા આ સ્કૂલને DEO દ્વારા રૂ.2 લાખનો દંડ અને કેરાલા પાર્ક ખાતે ધમધમતા ધો. 1 થી 8 ના યુનિટને બંધ કરવા માટે આદેશ આપતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, શહેરના 80 ફુટ રોડ ઉપર આવેલી અંબિકા વિદ્યાલયમાં ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમ માટેની મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ સ્કૂલના સંચાલક દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ ઉપર આવેલા કેરાલા પાર્કમાં શિક્ષણ વિભાગની સ્થળ ફેરફારની મંજૂરી વિના ભણાવવામાં આવતા હતા. જે ધ્યાને આવતા તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્કૂલ સંચાલકનું હિયરિંગ પણ કરાયું હતું. જેમાં સ્કૂલ સંચાલક દ્વારા ભૂલ સ્વીકારવામાં આવતા તપાસના અંતે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. 80 ફુટ રોડ પરની અંબિકા વિદ્યાલયના નામનો ઉપયોગ ખોટી રીતે કેરાલા પાર્કમાં કરવામાં આવી રહ્યો હતો તેને કારણે રૂ.1 લાખ અને કેરાલા પાર્કમાં વિદ્યાર્થીઓને મંજૂરી વિના ભણાવવામાં આવતા હોવાથી તેના માટેનો રૂ.1 લાખ એમ કુલ રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો આ સ્કૂલના સંચાલક દ્વારા 10 દિવસમાં દંડ ભરવામાં ન આવે તો દૈનિક વધારાના રૂ.20,000 ભરવા પડશે. આ સાથે જ કેરાલા પાર્કમાં ધો. 1 થી 8નું ગુજરાતી મીડીયમનું યુનિટ બંધ કરવાનું રહેશે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનું રહેશે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે 80 ફૂટ રોડ પર આવેલી અંબિકા વિદ્યાલય સામે જિલ્લા શિક્ષણ પ્રશાસન દ્વારા રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સ્કૂલ દ્વારા ધો.8ના એક વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ અન્ય પ્રીમિયમ સ્કૂલ (કેરાલા પાર્ક એડ્રેસ સાથે) તરફથી આપવામાં આવ્યું હતું. એટલે કે સ્થળ ફેરની મંજૂરી વગર જ આ શાળા ચાલતી હતી. આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી ત્યારે જિલ્લા શિક્ષણ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું અને 100 દિવસ પછી 2 લાખનો દંડ તથા કેરાલા પાર્કનું બિલ્ડિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજકોટમાં અનેક ડમી અને ભૂતિયા શાળાઓ ધમધમી રહી છે. અગાઉ 'ન્યુ ફ્લોરા' સ્કૂલ સામે પણ પુરાવા સહિત રજૂઆત બાદ તેને બંધ કરવાનો આદેશ અપાયો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એક મહિલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા આ પ્રકરણમાં રૂ.25 થી 30 લાખનો તોડ કરવામાં આવ્યો છે. જે ખૂબ જ નિંદનીય છે. આ બાબતે આગામી સમયમાં રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે અને રાજકોટમાં ચાલતી આવી તમામ ભૂતિયા તથા ડમી શાળાઓનો પર્દાફાશ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી શરૂઆત:ધનતેરસથી જ બજારોમાં તેજીનો માહોલ, બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ
    Next Article
    હજારો વાહન ચાલકોને રાહત મળશે:રાજકોટમાં લાભપાંચમ પછી રૂ. 170 કરોડથી વધુના નવા ડામર રોડના કામો શરૂ થશે, સ્ટેન્ડિંગ કમિટીમાં 38માંથી 19 દરખાસ્ત પેન્ડિંગ, 2 નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment