Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજારો વાહન ચાલકોને રાહત મળશે:રાજકોટમાં લાભપાંચમ પછી રૂ. 170 કરોડથી વધુના નવા ડામર રોડના કામો શરૂ થશે, સ્ટેન્ડિંગ કમિટીમાં 38માંથી 19 દરખાસ્ત પેન્ડિંગ, 2 નામંજૂર

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓને લગતી કુલ 46 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે આગામી સમયમાં લાભપાંચમથી રાજકોટમાં રૂ. 170 કરોડથી પણ વધુના ખર્ચે નવા ડામર રોડના કામો શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રજૂ થયેલી કુલ 46 પૈકી 19 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે, 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે અને 1 દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. આ બેઠકમાં મંજૂર થયેલ કુલ ખર્ચ રૂ. 2,04,79,31,135 જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરતા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ 38 દરખાસ્તો રજૂ થઈ હતી, જેમાંથી કુલ 19 પેન્ડિંગ રાખવામાં આવી છે, કુલ 2 નામંજૂર કરવામાં આવી છે અને કુલ 1 દરખાસ્ત પરત કરવામાં આવી છે. બેઠકમાં ખાસ કરીને માર્ગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત મુજબ આગામી સમયમાં 40 ફૂટથી વધુ પહોળાઈના નવા રોડ સિમેન્ટનાં બનાવવાની દિશામાં મનપા આગળ વધશે. આ ઉપરાંત, અત્યાર સુધીના આયોજન મુજબ લાભપાચમથી રાજકોટ શહેરમાં રૂ. 170 કરોડથી વધુના માતબર ખર્ચે નવા ડામર રોડના કામોનો પ્રારંભ કરવામાં આવશે. બેઠકમાં નામંજૂર કરાયેલી દરખાસ્તો અંગે સ્પષ્ટતા કરતા ચેરમેને જણાવ્યું હતું કે, વોટર કેનન મિસ્ટની વાહન ખરીદીની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. હાલમાં વરસાદ ઓછો થયો હોવાથી પાણીનો ખોટો વ્યય થાય નહીં અને રાજકોટ એર પોલ્યુશનમાં દેશભરમાં 7મા ક્રમે આવ્યું હોવાથી આ સમયમાં આ વાહનની ખરીદી યોગ્ય ન જણાતા તેને રદ કરાઈ છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 15 માં માઠા પ્રસંગે નાહવાના બાથરૂમ બનાવવા અંગેની એક દરખાસ્ત પણ સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કરીને હાલમાં જરૂરિયાત ન હોવાથી નામંજૂર કરવામાં આવી છે, અને ભવિષ્યમાં અન્ય યોગ્ય જગ્યા આઇડેન્ટિફાય કરીને પુનઃ દરખાસ્ત કરવા સૂચન કરાયું છે. સાથે જ પેન્ડિંગ રહેલી બાબતોમાં રૈયા સર્વે નંબરમાં નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ સામેલ છે. આ અંગે ચેરમેને જણાવ્યું હતું કે ત્યાંથી માત્ર 2 કિલોમીટરના અંતરે રામાપીર ચોકડી અને શીતલ પાર્ક પાસે પહેલેથી જ બે ફાયર સ્ટેશન કાર્યરત છે, જેથી અન્ય કોઈ નવી અને ખરેખર જરૂરિયાતવાળી જગ્યા આઇડેન્ટિફાઇ કરી દરખાસ્ત લાવવા સૂચન કરાયું છે. આ બેઠકમાં મંજૂર કરાયેલા અને પેન્ડિંગ રખાયેલા વિવિધ કાર્યો દ્વારા રાજકોટના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મનપા તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:રાજકોટની અંબિકા વિદ્યાલયને રૂ.2 લાખનો દંડ:80 ફૂટ રોડ પર મંજૂરી ને' કેરાલા પાર્કમાં વિદ્યાર્થીઓને ભણાવાતા હોવાનો પર્દાફાશ, 10 દિવસમાં દંડ ન ભરે તો દૈનિક રૂ.20 હજાર લેખે વધુ ભરવા પડશે
    Next Article
    દિવાળી પર ભરૂચ જિલ્લા જેલના 3 કેદીઓને 15 દિવસની પેરોલ:ધનતેરસના દિવસે પરિવાર સાથે તહેવાર મનાવવા જેલમાંથી મુક્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment