Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર ભરૂચ જિલ્લા જેલના 3 કેદીઓને 15 દિવસની પેરોલ:ધનતેરસના દિવસે પરિવાર સાથે તહેવાર મનાવવા જેલમાંથી મુક્ત કરાયા

    1 day ago

    દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા ત્રણ પાકા કામના કેદીઓને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાની તક મળી છે. રાજ્ય સરકારની જોગવાઈ અંતર્ગત ત્રણેય કેદીઓને 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર ધનતેરસના દિવસે એટલે કે 6 નવેમ્બરના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મહિલા અને 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષ કેદીઓને લાભ રાજ્ય સરકાર દ્વારા કેદીઓના કલ્યાણ અને સામાજિક પુનઃસ્થાપનના હેતુથી વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત નિયમો અને શરતોને આધીન મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓને 15 દિવસની પેરોલ રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયના ભાગરૂપે ભરૂચ જિલ્લા જેલના ત્રણ કેદીઓને પણ પેરોલનો લાભ મળ્યો છે. જેલ અધિક્ષકે શુભેચ્છા પાઠવી ત્રણેય કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા તે પ્રસંગે જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડે તેમને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પેરોલ દરમિયાન નિયત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. પરિવાર સાથે તહેવાર મનાવવાની તક મળતાં ખુશી લાંબા સમયથી પરિવારજનોથી દૂર જેલમાં રહેતા કેદીઓને દિવાળી જેવા તહેવાર પર પરિવાર સાથે સમય વિતાવવાની તક મળતાં તેમનામાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ તક આપવા બદલ ત્રણેય કેદીઓએ રાજ્ય સરકાર અને જેલ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હજારો વાહન ચાલકોને રાહત મળશે:રાજકોટમાં લાભપાંચમ પછી રૂ. 170 કરોડથી વધુના નવા ડામર રોડના કામો શરૂ થશે, સ્ટેન્ડિંગ કમિટીમાં 38માંથી 19 દરખાસ્ત પેન્ડિંગ, 2 નામંજૂર
    Next Article
    માતાના મઢમાં ફૂડ સેફ્ટીનું પાઠ ભણાવાયો:100 સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને અપાઈ વિશેષ તાલીમ, પ્રમાણપત્ર સાથે સેફ્ટી કિટનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment