Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મુક્તિધામમાં ધન્વંતરિ ભગવાનની પૂજા થઈ:ધનતેરસે શાસ્ત્રી નિરવ જોશીના હસ્તે આરતી; ઔષધીય ઉપવનની દવાઓનું પણ પૂજન

    1 day ago

    ધનતેરસ નિમિત્તે 6 નવેમ્બર, 2026ના રોજ બોટાદ મુક્તિધામમાં ભગવાન ધન્વંતરિની પૂજા અને આરતી કરવામાં આવી. શાસ્ત્રી નિરવભાઈ જોશીના હસ્તે વિધિ કરાઈ હતી. મુક્તિધામના પરિસરમાં શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન બનાવાયું છે. તેમાં આશરે 100 પ્રકારની ઔષધિઓ ઉગાડવામાં આવે છે. ઉપવનની બહાર બોટાદ શહેરમાં ભગવાન ધન્વંતરિની એકમાત્ર પ્રતિમા આવેલી છે. આ પ્રસંગે મુક્તિધામના પ્રણેતા અને પ્રકૃતિ ઉપાસક ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, કિરણબેન (ગોપી ડ્રેસીસ), પરેશભાઈ સહિતના લોકો પૂજામાં જોડાયા હતા. ઔષધિઓનું પણ પૂજન કરવામાં આવ્યું. હિંદુ ધર્મમાં આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે ધનતેરસનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર, સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેમને આયુર્વેદના જનક માનવામાં આવે છે. ધનતેરસે ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને ધનકુબેરની પૂજા કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ પૂજાથી શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે તથા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
    Click here to Read More
    Previous Article
    10th Deepotsav in Ayodhya | ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દસમા દીપોત્સવની ભવ્ય તૈયારીઓ | News18
    Next Article
    પાટણમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી શરૂઆત:ધનતેરસથી જ બજારોમાં તેજીનો માહોલ, બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment