Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના અતિ ધમધમતા ચૌટા બજારમાં શૂઝ-બેગની દુકાનમાં અચાનક આગ ભભૂકી:બેઝમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા ઉડતાં નાસભાગ, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી મોટી હોનારત ટાળી

    2 days ago

    સુરત શહેરના અતિ ધમધમતા અને સાંકડા ગણાતા ચૌટા બજાર વિસ્તારમાં આવેલી એક જાણીતી દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ચોટા બજાર સ્થિત તૈયબ પ્લાઝામાં આવેલી ગ્લોરા શૂઝ એન્ડ બેગ નામની દુકાનના બેઝમેન્ટમાં સવારે અચાનક આગ લાગી હોવાનો કોલ તાપીપુરા ફાયર સ્ટેશનને મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સવારે ૧૦:૫૦ વાગ્યે આગનો કોલ મળ્યો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સવારે ૧૦:૫૦ કલાકે ચૌટા બજારમાં આગ લાગી હોવાની માહિતી કંટ્રોલ રૂમને મળી હતી. આ દુકાન તૈયબ પ્લાઝાના બેઝમેન્ટ (B.G.-2)માં આવેલી છે. આગ લાગતાં જ આસપાસના વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી કોલ મળતાં જ તાપીપુરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર બલવંતસિંહ જાડેજા સહિત સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ટીમ દ્વારા પીસીઆર, મિની ટેન્ડર અને વોટર ટેન્કરની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં સવારે ૧૧:૩૭ વાગ્યા સુધીમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. જાનહાનિ ટળી, મોટો માલસામાન બચાવી લેવાયો આ દુર્ઘટનામાં બેઝમેન્ટની બહારની બાજુએ મુકેલા શૂઝ અને બેગનો અમુક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરી અંદર રહેલો બાકીનો મોટો જથ્થો બચાવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી વેપારીઓ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે દર્શનાર્થે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો:દીપોત્સવી પર્વ નિમિત્તે જૂનાગઢના ઐતિહાસિક શ્રી મહાલક્ષ્મી મંદિરે ધનતેરસથી બેસતા વર્ષ સુધી ભક્તોની ભીડ જામી, અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન
    Next Article
    સોના-ચાંદીના ભાવમાં 20 થી 25 ટકાના ઘટાડો:ધનતેરસે પાટણના જ્વેલર્સ બજારમાં ગ્રાહકોનો ધસારો, ચાંદી કરતાં સોનાનું વધુ વેચાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment