Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે દર્શનાર્થે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો:દીપોત્સવી પર્વ નિમિત્તે જૂનાગઢના ઐતિહાસિક શ્રી મહાલક્ષ્મી મંદિરે ધનતેરસથી બેસતા વર્ષ સુધી ભક્તોની ભીડ જામી, અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન

    2 days ago

    જૂનાગઢ ખાતે આવેલા પૌરાણિક શ્રી મહાલક્ષ્મી મંદિરે દીપોત્સવીના પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધી મંદિરના દર્શનનો સમય સવારે 5:30 થી બપોરે 1:00 અને સાંજે 4:00 થી રાત્રે 11:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. આ પવિત્ર અવસરે સોમવારના રોજ ભવ્ય અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ​આ મંદિર અંદાજે 350 થી 400 વર્ષ જૂનું હોવાનું અને અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાની માન્યતા છે. મંદિર સાથે જોડાયેલી આસ્થા મુજબ અહીં માતાજીને વિવિધ રાજા-રજવાડાઓ તેમજ જૂનાગઢના નવાબ દ્વારા આભૂષણો ભેટ આપવામાં આવ્યા છે. સાચા દિલથી પ્રાર્થના કરનાર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંદિરનાં ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ધનતેરસના દિવસથી લઈને બેસતા વર્ષ સુધી એટલે કે તા. 06/11/2026 થી તા. 10/11/2026 (મંગળવાર) સુધી મહાલક્ષ્મી મંદિરના દર્શનનો સમય સવારે 5:30 કલાકથી બપોરે 1:00 કલાક સુધી અને સાંજે 4:00 કલાકથી રાત્રે 11:00 કલાક સુધીનો રહેશે. આ પવિત્ર તહેવારો દરમિયાન દર્શનનો લાભ લેવા માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તારીખ 09/11/2026 ને સોમવારના રોજ મંદિરની અંદર ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ છે. અન્નકૂટ દર્શનનો સમય સવારે 5:30 કલાકથી રાત્રિના 9:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લઈ શકે. ​મંદિરના ઇતિહાસ અને માન્યતાઓ અંગન મંદિરના ટ્રસ્ટી અને સ્થાનિક દુકાનદાર વિજય મહેતાએ જણાવ્યું હતું કે શ્રી મહાલક્ષ્મી માતાજીનું આ મંદિર ખૂબ જ વર્ષો જૂનું છે અને અહીં માતાજી ખુદ ગોખલામાં પ્રગટ થયેલા છે, આ મૂર્તિ કે પ્રાગટ્ય કોઈ દ્વારા બનાવવામાં આવેલ નથી. પોતાના અને ભક્તોના અનુભવો શેર કરતા તેમણે જણાવ્યું છે કે માતાજી પાસે સાચા દિલથી જે પણ માંગવામાં આવે તે અવશ્ય મળે છે. અહીં એવા પણ ઘણા ચમત્કારિક અનુભવો થયા છે કે વર્ષો સુધી સંતાન ન થયા હોય તેવા દંપતીઓને પણ માતાજીની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થઈ છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે ધનતેરસના પર્વ નિમિત્તે સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી ચૂક્યા છે અને આગામી ચાર દિવસ સુધી ભારે ભીડ રહેતી હોય છે કારણ કે માતાજી હાજરાહજૂર છે અને ભક્તોમાં પ્રત્યે ઘણી આસ્થા રહેલી છે. ​આ પર્વ નિમિત્તે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા શૈલેષ પંડ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષે દિવાળીના પવિત્ર તહેવારોના દિવસોમાં તેઓ નિયમિતપણે અહીં દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં આવીને માતાજીનું પૂજન-અર્ચન કરે છે, દીવાબત્તી પ્રગટાવે છે અને ધ્યાન ધરીને માતાજીના ચરણોમાં નમન કર્યા પછી જ પોતાના રોજિંદા કામધંધાની શરૂઆત કરે છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે અહીંની મૂર્તિ ખૂબ જ પુરાતન છે અને આ મંદિર અંદાજે 350 થી 400 વર્ષ જૂનું છે, જ્યાં બહારના ભાગમાં માતાજી બિરાજમાન છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે માતાજી ઉપર ધારણ કરવામાં આવેલા આભૂષણો વિવિધ રાજા-રજવાડાઓ દ્વારા ભેટ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને જૂનાગઢના નવાબ પણ આ માતાજીમાં શ્રદ્ધા ધરાવતા હતા, જેના દ્વારા પણ માતાજીને આ દાગીના અર્પણ કરવામાં આવ્યા હતા
    Click here to Read More
    Previous Article
    Moto Watch 2 Fit Watch and Buds 2 Ultra TWS Earphones Announced With Polar Tracking and Sound by Bose
    Next Article
    સુરતના અતિ ધમધમતા ચૌટા બજારમાં શૂઝ-બેગની દુકાનમાં અચાનક આગ ભભૂકી:બેઝમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા ઉડતાં નાસભાગ, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી મોટી હોનારત ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment