Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલોડની સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી, બેનાં મોત:કાટમાળમાંથી કર્મચારીઓની લાશો નીકળતી રહી ને સત્તાધીશો ઠંડા પીણાંની લિજ્જત માણતા રહ્યા!

    2 days ago

    તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં દિવાળીના પર્વ ટાણે જ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દાદરિયા સ્થિત કોપર કો-ઓપરેટિવ સુગર મિલમાં પાણીની તોતિંગ ટાંકી ધરાશાયી થતાં બે કર્મચારીએ જીવ ગુમાવ્યા છે. એક તરફ કાટમાળમાંથી કર્મચારીઓની લાશો બહાર આવી રહી હતી, ત્યારે બીજી તરફ સંવેદનહીન સત્તાધીશો ઘટનાસ્થળ નજીક બેસીને ઠંડા પીણાં અને જ્યુસની મજા માણી રહ્યા હોવાનો આક્ષેપ ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. અચાનક ટાંકી ધરાશાયી થઈ અને નાસભાગ મચી ઘટનાની વિગતો અનુસાર, દાદરિયા સ્થિત કોપર સુગર મિલમાં 5 નવેમ્બરની સાંજે 5:30 વાગ્યાના સુમારે રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગરમ અને ઠંડા પાણીની તોતિંગ ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકી તૂટી પડતાં જ મિલ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ટાંકી ધરાશાયી થતાં જ ત્યાંથી પસાર થતી લાઈન પાસે કામ કરી રહેલા કર્મચારીઓ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મોડી રાત્રે કલાકોની જહેમત બાદ મૃતદેહ મળ્યા ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાઈ હતી. કલાકોની જહેમત બાદ મોડી રાત્રે કાટમાળ નીચેથી બંને ગુમ કામદારના મૃતદેહ મળી આવ્યા હતા. દિવાળીના તહેવાર સમયે જ બે પરિવારે પોતાના છત્રછાયા ગુમાવતા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદાકીય કાર્યવાહી બાદ પરિવારોને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી. ‘પપ્પાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો’ – મૃતક અરુણ પટેલના પુત્ર મૃતક અરુણ પટેલના પુત્ર જૈમિન પટેલે જણાવ્યું હતું કે, પપ્પા બપોરે 11:30 વાગ્યે પરિવાર સાથે જમીને બપોરે 12 થી રાત્રે 8 વાગ્યાની શિફ્ટ માટે નોકરી પર આવ્યા હતા. સાંજે મિત્રોએ ફોન કરીને પપ્પા જોબ પર છે કે નહીં તેવું પૂછતાં મને શંકા ગઈ હતી. મેં તરત જ પપ્પાને ફોન કર્યો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર કામગીરી? આ ગોઝારી દુર્ઘટના બાદ મિલના મેન્ટેનન્સ અને કામદારોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. દાદરિયાની આ સુગર મિલ મઢી, બારડોલી અને ચલથાણ સુગર મિલના સત્તાધીશો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. મીડિયા દ્વારા જ્યારે કોપર સુગર મિલના ચેરમેનને ઘટના અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે રાત્રે 11:30 વાગ્યા સુધી તેમની પાસે પૂરી માહિતી ન હોવાનું કહીને હાથ ખંખેરી લીધા હતા. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આખી ફેક્ટરી જ હાલ ખખડધજ હાલતમાં છે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે, આખી ફેક્ટરી ખખડધજ હાલતમાં છે. જો તાજેતરમાં જ કામગીરી થઈ હોય તો ટાંકી પત્તાના મહેલની જેમ કેમ ધરાશાયી થઈ? શું મેન્ટેનન્સના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે? સંવેદનહીન સત્તાધીશોની ઠંડા પીણાંની મહેફિલ આ દુર્ઘટના વચ્ચે માનવતા શર્મસાર થાય તેવા દૃશ્યો સર્જાયા હતા. એક તરફ ફાયર વિભાગના જવાનો પરસેવો પાડીને કાટમાળ નીચેથી લાશો શોધી રહ્યા હતા અને પરિજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ મિલના હોદ્દેદારો નિરાંતે બેસીને ઠંડા પીણાં અને જ્યુસ ગટગટાવતા નજરે પડ્યા હતા. ઘટનાસ્થળે ઠંડા પીણાં પીતા દેખાયેલા મિલના ડિરેક્ટરો અને હોદ્દેદારો આ મામલે જ્યારે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જીતુભાઈ પટેલે ફોન રીસીવ કર્યો નહોતો. જ્યારે હસુભાઈ ભક્તા જે ઘટનાસ્થળે હાજર હતા તેમણે લૂલો બચાવ કર્યો હતો કે તેમણે કઈ પીધું નથી અને કોણે ક્યારે જ્યુસ પીધું તેની તેમને ખબર નથી. સ્થાનિકો અને કામદારોમાં આ નઘરોળ સત્તાધીશો સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને સમગ્ર દુર્ઘટનાની તટસ્થ તપાસ કરાવી દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ- ટ્રેલરે 9 લોકોને કચડી નાખ્યા, 7નાં મોત:રસ્તાની સાઈડમાં ઊભા હતા; મૃતકોમાં 3 બાળકો, એક પરિવારની માતા-દીકરી-પૌત્રનું પણ મોત
    Next Article
    દિવાળી ટાણે સરકારનો સંવેદનશીલ નિર્ણય:જુનાડીસા નાઈટ સફારી પ્રોજેક્ટ વિસ્તારના 140 પરિવાર માટે મફત પ્લોટ ફાળવવાની મંજૂરી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment