Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપટપરામાં એસી, ફ્રીઝ, પંખા બળી જતા સ્થાનિકોનો હલ્લાબોલ:માધાપર સબ ડિવિઝનના 140 વીજ કનેક્શનધારકોએ હેરાનગતિ ભોગવી

    13 hours ago

    રાજકોટમાં PGVCLના માધાપર સબ ડિવિઝન હેઠળ આવતા પોપટપરા વિસ્તારમાં હાઈવૉલ્ટેજના કારણે સ્થાનિકોના એસી, ટીવી, ફ્રીજ, પંખા સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો ઉકેલ નહીં આવતા આજે 70 જેટલા પરિવારોએ માધાપર સબ ડિવિઝન ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વીજ કંપની દ્વારા થતી હાલાકી અંગે વ્યથા ખાલી હતી તેમજ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો વીજબીલ નહિ ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. 6 મહિનાથી વીજ લાઈનમાં પાવર ડીમ-કુલ થતો હોવાની રજૂઆત માધાપર સબ ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોપટપરાના રહીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી વીજ લાઈનમાં પાવર ડીમ-કુલ થતી હોવાની PGVCLમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે વાહન નીકળી ગયુ છે તેવો જવાબ આપવામાં આવે છે પરંતુ આજદિન સુધી વાહન પોપટપરામાં પહોંચી જ નથી તેથી સમસ્યા યથાવત રહેતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વોશિંગ મશીન, પંખા જેવા ઈલેકટ્રીક સાધનો બળીને ખાખ થઈ ગયા સ્થાનિક નિતાબેને જણાવ્યું હતું કે, અહીં પંખા સહીતના ઉપકરણો મળી જાય છે અને લાઈટ આવ જા કરે છે. જેથી ખૂબ જ મુશ્કેલી પડે છે. પાવર ડીમ-ફલ થવાના કારણે ઘરમાં રહેલા વીજ ઉપકરણોને પણ નુકસાન થવા પામ્યું છે જેમાં હાઈ વૉલ્ટેજના કારણે ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, પંખા જેવા ઈલેકટ્રીક સાધનો બળીને ખાખ થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી પોપટપરાના રહીશો આ સમસ્યાનો વધુ સામનો કરી રહ્યા છે નવા લાવેલા ઉપકરણો પણ બળીને ખાખ થઈ ગયા છે. પીજીવીસીએલમાં વારંવાર કમ્પ્લેઇન કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. 140 જેટલા વીજ કનેક્શન ધરાવતા પરિવારના ગ્રાહકો રજૂઆત માટે આવ્યા હતા માધાપર સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, પોપટપરા 9/15 ના ખૂણા પાસેના 140 જેટલા વીજ કનેક્શન ધરાવતા પરિવારના ગ્રાહકો રજૂઆત માટે આવ્યા હતા. ગઈકાલે રવિવારે રાત્રે લોડ વધી જતા કેબલ બળી ગયો હતો જેને કારણે ઈલેક્ટ્રીક સંશાધનોમાં ખામી સર્જાઈ હતી. રહેવાસીઓનું કહેવું હતું કે, એસી અને ફ્રીઝ સહિતના સંશાધનો બળી ગયા છે. અહીં જગ્યા મળતા નવું ટ્રાન્સફોર્મર નાખવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પરણિત પ્રેમિકા લગ્ન માટે ન માનતા યુવકનો આપઘાત:લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સિન્ડિકેટનો વધુ એક શખ્સ ઝડપાયો
    Next Article
    Gujarat Breaking News | 7 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment