Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડ- ટ્રેલરે 9 લોકોને કચડી નાખ્યા, 7નાં મોત:રસ્તાની સાઈડમાં ઊભા હતા; મૃતકોમાં 3 બાળકો, એક પરિવારની માતા-દીકરી-પૌત્રનું પણ મોત

    2 days ago

    ઝારખંડના ખૂંટી જિલ્લામાં મોટો અકસ્માત થયો. જિલ્લાના કર્રામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા છે. તેમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સામેલ છે. એક વ્યક્તિ ઘાયલ છે. મૃતકોમાં એક જ પરિવારના ચાર લોકો છે. અકસ્માતમાં બિરસા નાયકની માતા, પુત્રી અને ભાણેજનું મોત થયું છે. જ્યારે બીજા પરિવારના ચાર લોકો- રાજેશની માતા, પત્ની અને બે પુત્રીઓનાં મોત થયાં છે. આ દરમિયાન, સવારે લોકોએ વળતરની માંગણી સાથે રસ્તો જામ કરી દીધો. ઝાડીમાં ફસાયેલા સ્કૂટીચાલકને બહાર કાઢી રહ્યા હતા લોકો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોશાંબી કોલોની પાસે એક સ્કૂટીચાલક નિયંત્રણ ગુમાવીને ઝાડીમાં ઘૂસી ગયો. અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર આવ્યા. કેટલાક લોકો ઝાડીમાં ફસાયેલા યુવકને બહાર કાઢી રહ્યા હતા. તે સમયે મહિલાઓ અને બાળકો રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન તોરપાની તરફથી આવી રહેલા ઝડપી ટ્રેલરે સૌને કચડી નાખ્યા. અકસ્માત બાદ ટ્રેલર છોડીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. તસવીરો જુઓ… અકસ્માતમાં આમનાં મોત થયાં ફગન સંગા, કર્મી લોહરાઇન, સુભાની કુમારી, સોની કુમારી, જંવતી દેવી ઉર્ફે કસીલા, અંજલી કુમારી અને સૌરભ નાયક એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત સ્થાનિક રહેવાસી બિરસા નાયકે જણાવ્યું કે તેના પરિવારના ત્રણ સભ્યોનાં આ અકસ્માતમાં મોત થયાં. પત્ની કસીલા દેવી, પુત્રી અંજલી અને એક વર્ષના દોહિત્રનું મોત થયું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બિરસાની બીજી પુત્રી ખુશ્બૂ ગંભીર રીતે ઘાયલ છે અને તેની સારવાર સદર હોસ્પિટલ, ખૂંટીમાં ચાલી રહી છે. આ તરફ, પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈ લીધા છે. ડ્રાઇવર અને ક્લીનરની શોધખોળ કરવામાં આવી રહી છે. માતા, પત્ની અને બે પુત્રીઓનાં મોત દરમિયાન, આ અકસ્માતમાં રાજેશની પત્ની ફગન સાંગા, માતા કર્મી લોહરાઈન, પુત્રી સુભાની કુમારી અને સોની કુમારીનાં મોત થયાં છે. રાજેશ ત્રણ દિવસ પહેલાં જ મજૂરી કરવા માટે ગુજરાત ગયો હતો. તેમને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુમાં પત્ની સહિત સાસરિયાના 7 લોકોની હત્યા:પાર્ટીના બહાને બોલાવીને મારી નાખ્યા, મૃતદેહો અલગ-અલગ જગ્યાએ ફેંક્યા; કેબ ડ્રાઇવર પત્ની પિયર જવાથી નારાજ હતો
    Next Article
    વાલોડની સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી, બેનાં મોત:કાટમાળમાંથી કર્મચારીઓની લાશો નીકળતી રહી ને સત્તાધીશો ઠંડા પીણાંની લિજ્જત માણતા રહ્યા!

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment