Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઈગર સિવાય અમિતાભ, અક્ષય અને આમિર પણ હતા રડારમાં:આરોપીઓએ આ લોકોની પણ રેકી કરી હતી, દિલ્હીથી હથિયાર સપ્લાયર મહિલાઓ પકડાઈ; અત્યાર સુધી 7 ઝડપાયા

    1 day ago

    એક્ટર ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનારા આરોપીઓએ જણાવ્યું છે કે તેમણે અગાઉ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારની રેકી કરી હતી, પરંતુ સુરક્ષા વધુ હોવાને કારણે યોજના બદલી દીધી હતી. આરોપીઓ સાથે એક ચોથો યુવક પણ હતો, પરંતુ હુમલાની એક રાત પહેલાં સિગારેટ પીવાના બહાને તે હોટલમાંથી ભાગી ગયો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે મંગળવારે વધુ 4 લોકોની ધરપકડ કરી હતી. તેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે. આરોપ છે કે તેમણે શૂટરોને હથિયારો સપ્લાય કર્યા હતા. આરોપીઓની ઓળખ હરિયાણાના સોનીપત જિલ્લાના કુણાલ (21), સુમિત (19) અને ઉત્તર પ્રદેશની રાધા (23), બબીતા (23) તરીકે થઈ છે. આ પહેલાં પોલીસે ગોળીબાર કરનારા બિહારના ઋતિક અને હરિયાણાના રેહાન તથા ફૂલ સિંહની સોમવારે કોટાથી ધરપકડ કરી હતી. મુંબઈના જુહુમાં 18 ઓક્ટોબરની સાંજે ફૂટબોલ રમીને પરત ફરી રહેલા ટાઇગરની કાર પર ત્રણ બાઇકસવારોએ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ટાઇગર સુરક્ષિત રહ્યા હતા જ્યારે તેમનો ડ્રાઇવર ઘાયલ થયો હતો. ટાઇગર પોતે તેને કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા. બંને મહિલાઓ પર હથિયારો પહોંચાડવાનો આરોપ તપાસમાં જાણવા મળ્યું છે કે કુણાલ અનિલ પંડિતના સંપર્કમાં હતો. અનિલ પંડિત લૉરેન્સ ગેંગ સાથે જોડાયેલો છે, તેણે જ ટાઇગર પર હુમલાની જવાબદારી લીધી હતી. આરોપ છે કે કુણાલ અને સુમિતે જ હથિયારોની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ આ હથિયારો રાધા અને બબીતા મારફતે શૂટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. દાવો- ટાઇગર શ્રોફ અસલી ટાર્ગેટ ન હતા પોલીસ સૂત્રોને ટાંકીને NDTVએ દાવો કર્યો કે શૂટરોનું અસલી નિશાન ટાઇગર શ્રોફ ન હતા. પૂછપરછમાં આરોપીઓએ કથિત રીતે જણાવ્યું કે તેઓ મુંબઈમાં અન્ય એક હાઈ-પ્રોફાઇલ વ્યક્તિની હત્યા કરવા આવ્યા હતા, પરંતુ કડક સુરક્ષાને કારણે ત્યાં પહોંચી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર ટાઇગરના લોકેશન અને સુરક્ષાની માહિતી એકત્ર કરી. બોલિવૂડમાં ભય ફેલાવવાના ઈરાદે તેમની કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બંદૂક જામ થયા બાદ હુમલાખોરો ભાગી ગયા. ફાયરિંગમાં ટાઇગર સુરક્ષિત રહ્યા, જ્યારે તેમના ડ્રાઇવર ઘાયલ થયા. શરૂઆતની તસવીરોમાં પટ્ટીઓ બાંધેલી હતી, હવે સુધારો જોવા મળ્યો 18 ઑક્ટોબરે થયેલા હુમલા બાદ સામે આવેલી તસવીરોમાં તેમના શરીર પર ઈજાના નિશાન અને પટ્ટીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમના જમણા હાથ પર કોણીથી પંજા સુધી બેન્ડેજ અને છાતી પર ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જોકે, મંત્રી આશિષ શેલાર સાથે મંગળવારે થયેલી મુલાકાતની તસવીરોમાં ટાઇગર કોઈપણ પટ્ટી વિના સામાન્ય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Taylor Swift’s Chiefs Game Presence Changes How Cameras Treat Brittany Mahomes
    Next Article
    ટાઈગર સિવાય અમિતાભ, અક્ષય અને આમિર રડારમાં હતા:આરોપીઓએ આ લોકોની પણ રેકી કરી હતી, દિલ્હીથી હથિયાર સપ્લાયર મહિલાઓ પકડાઈ; અત્યાર સુધી 7 ઝડપાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment