Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુકુળથી દુરદર્શન ચાર રસ્તા સુધી કારચાલકે એક્ટિવાને ઢસડ્યું:ડ્રાઇવ-ઇન રોડ પર એક્સિસ બેંકના મેનેજરે દારૂના નશામાં અકસ્માત કર્યો, અડધી દારૂની બોટલ મળી

    18 hours ago

    અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં કાર ચલાવીને ત્રણને મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ચાર દિવસ બાદ વધુ એક કારચાલકે નશામાં અકસ્માત કર્યો છે. શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે એક્સિસ બેંકના મેનેજર પીધેલી હાલતમાં કાર ચલાવી ગુરુકુળ પાસે એક્ટિવાને અડફેટે લઈ ગુરુકુળ રોડથી દુરદર્શન ચાર રસ્તા સુધી ઘસડીને લઈ ગયો હતો. સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી આરોપી બેંક મેનેજરની ધરપકડ કરી છે. એક્ટિવા કારમાં ફસાઈ ગયું, ચાલકે કાર દોડાવી મુકી શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ડ્રાઇવ-ઇન રોડ પર દારૂના નશામાં એક્સિસ બેંકના મેનેજર મીહિર નિરંજન શર્માએ બેફામ સ્પીડે કાર ચલાવી ગુરુકુળ રોડ પર એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. જોકે, એક્ટિવા કારના આગળના ભાગે ફસાઈ ગયું હતું અને કારચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ ભગાવી હતી. લોકોએ કારચાલકને પકડી પાડ્યો, નશામાં હતો ગુરુકુળ રોડથી એક કિલોમીટર દૂર દુરદર્શન ચાર રસ્તા સુધી બેંક મેનેજર એક્ટિવાને ઘસેડીને લઈ ગયો હતો. આ સમયે સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને બહાર કાઢ્યો ત્યારે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તેની પાસેથી એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા મિહિર શર્મા વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂ રાખવા અંગેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એ.બી મોરીએ જણાવ્યું કે, આ અકસ્માત મારા ધ્યાને આવ્યો નથી. અકસ્માત બાદ જો હોસ્પિટલમાં દાખલ થયો હશે તો વર્ધી મળતાં પોલીસ દ્વારા જઈને કાર્યવાહી કરવામાં આવી હશે. છતાં આ બાબતે હું તપાસ કરી લઉં છું.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસના દિવસે સેન્સેક્સ 600, નિફ્ટીમાં 100 પોઈન્ટની તેજી:7 દિવસમાં 8%થી વધુનો ઉછાળો આવ્યો; અમેરિકા, જાપાન, કોરિયાના બજારો 5%થી વધુ તૂટ્યા
    Next Article
    'તહેવારમાં ભાવ વધાર્યો, આંતરડી તો બળવાની જ':પહેલાં દિવાળી બોનસ આપ્યું હવે ગિફ્ટ, બે આંકડામાં ગેસ મળતો હવે ત્રણમાં મળશે; CNG 100ને પાર થતાં રિક્ષાચાલકોએ શું-શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment